તળાજામાં તા. ર૭-૭-ર૦૧૯ના રોજ એક વૃષ એક બાળ અંતર્ગત શાળામાં ગ્રીન-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજે વરસાદની પ્રતિક્ષા ચાતક નજરે કરવી પડે છે.ત ેનું એક કારણ દિન- પ્રતિદિન કપાતા વૃક્ષો જ છે.
તેથી જો બાળકોમાં આ વૃક્ષ ઉછેરની જાગૃતિ લાવવામાં આવે તો બાળકની સાથે આ ઘટાદાર વૃક્ષો પણ આપણી રક્ષા કરવા ઉભા રહેશે.ત ેથી શાળા તરફથી શાળાના બધાં જ વિદ્યાર્થીને એક વૃક્ષ ઉછેર કરવા માટે આપવામાં આવ્યું ને સમગ્ર શાળાની બિલ્ડીંગને બાળકો તથા સ્ટાફ દ્વારા વૃક્ષોથી સજાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારના વાલીઓ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાચા અર્થમાં બધાએ વૃક્ષ ઉછેરની પ્રતિક્ષા લીધેલ તથા આચાર્ય કુ. ધર્મિષ્ઠાબેન ગોસ્વામઅીે વૃક્ષની ઉપયોગીતા વાલી તથા વિદ્યાર્થીને સમજાવેલ નરસિંહ મહેતાના શાળા પરિવારને તળાજા નગરપાલીકાના પ્રમુખે શુભેચ્છા પાઠવી હતી.