ઘોઘા ફરતે આવેલ દરિયાઈ દીવાલ સાવ તૂટી ને નામ શેષ થઇ છે ત્યારે દરિયો જમીનનું ધોવાણ કરી ને ગામ માં ઘૂસવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે એકબાજુ ચોમાસા ની ઋતુમાં વરસાદ અને બીજી બાજુ દરિયામાં આવતી હાઈ ટાઇડ ના કારણે જમીનનું ધોવાણ સતત થતું રહે છે ત્યારે ઘોઘા ના મોરા વિસ્તાર પાસે આવેલ મુસ્લિમ સમાજ ના આશરે ૧૪૦૦ વર્ષ જુના કબ્રસ્તાન ની કબરો તો ધોવાય જ ગઈ છે પણ કબ્રસ્તાન ની જમીનમાંથી હાડપિંજરો પણ બહાર આવવા લાગતા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆતો કરવા છતાં પણ વહીવટી સતાઓ દ્વારા કોઈપણ પ્રકારનું લક્ષ આપવામાં ના આવતા મુસ્લિમ સમાજ માં વ્યાપક પ્રમાણ માં ઉગ્ર રોષ ની લાગણીઓ જોવા મળી છે.