ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત તથા શરીર સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે જુનાગઢ જીલ્લાના વિસાવદર ખાતે તા.૨૧/૦૭/૨૦૧૯ ના રોજ ટ્રાવેર્લ્સ બસમાંથી સોફા તથા સાઉન્ડ સીસ્ટમ વિગેરેની ચોરી થયેલ હતી જેના આરોપી સાજીત અલારખભાઇ મોદી ઉ.વ.૨૧ રહે વિસાવદર, ાળાને અમરેલી બહારપરા ચોકમાંથી પકડી પાડેલ હતો આરોપીની પુછપરછ કરતા પોતે તથા રવુભાઇ બિચ્છુભાઇ બસીયા રહે.વિસાવદર વાળાએ સાથે મળી ઉપરોકત ચોરી કરેલ હતી અને ચોરી કરેલ મુદ્દામાલ રવુભાઇ બસીયા લઇ ગયેલાની કબુલાત આપતા મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે આમ વિસાવદર પો.સ્ટે.નો ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.