મહુવાના કૈલાસ ગુરુકુળમાં તુલસીજયંતિ ઉપલક્ષમાં યોજાયેલા પંચદિવસીય મહોત્સવના દ્વિતિય દિવસની બે સંગોષ્ઠિમાં વિવિધ વકતાઓએ રામચરિતમાનસના વિવિધ બિંદુઓની વિશદ ચર્ચા, રસપ્રદ છણાવટ કરી.પુ મોરારીબાપુ એક ભાવક તરીકેની ઉપસ્થિતિને સૌએ વધાવી.
તે બાબત સુવિદિત છે કે ઉત્તર હિન્દુસ્તાન પ્રાંતના મોટી સંખ્યામાં કથાવાચકો પુ.મોરારીબાપુની નિશ્રામાં આ કાર્યક્રમમાં હિસ્સો બનવા વિશેષ પધાર્યા છે. સૌ વિદ્વતજનોનો વાણી, વિચારનો સૌને ધર્મ લાભ મળે છે.
પ્રથમ સંગોષ્ઠિનું સંબોધીત કરતાં લલિતપુરના કૃષ્ણાદેવીે લક્ષ્મણજીના વનવાસના મનોમંથન આબેહૂબ વર્ણન કર્યું. દિલ્હીના રસરાજીએ જણાવ્યું કે ભગવાન નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ પધારે છે, કારણ કે તેમને તેમના ભક્તો માટે ખૂબ અનુરાગ છે. નંદલાલ ઉપાધ્યાયજી (વારાણસી )એ હનુમાનજીને જ્ઞાન, કર્મ, ઉપાસના અને શરણાગતિ એમ ચાર પિતાના સંતાન હોવાનું જણાયું. મનિષ શાસ્ત્રીજી (મથુરા )એ કથાગંગા અને ભાગીરથીગંગા બંનેના નિમિત્તે પૂ. તુલસીદાસજી હોવાનું ગૌરવ કર્યું.વધુમાં ઉમેર્યુ કે કથાગંગા ક્રોધાદિ અજ્ઞાનને મિટાવે છે જયંતી કિશોરીજી (શાહગંજ)અને સતીશચંદ્ર ત્રિપાઠી એ કેવટના પ્રસંગોને ખુબ ભાવવાહી રીતે રજૂ કરી ભગવાન રામજીના ચરણોમાં ૨૪ રેખાઓ હોવાથી એના ચરણ ધોવામાં કેવટની ભાવવાર્તા સુંદર રીતે પ્રસ્તુત કરી.
અયોધ્યાના વક્તા નરહરિદાસજી એ ખૂબ રસપૂર્ણ ભગવાન રામના ગુણોનુ વર્ણન કર્યું.વાલ્મિકી રામાયણ સંદર્ભ ટાંકીને કથાગંગાના વિવિધ મુદ્દાઓની ધારદાર ચર્ચા કરી. પુ મોરારીબાપુ ની માનસાભિમુખતાને તેણે પદપ્રસ્તિતિથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
બપોર બાદની સંગોષ્ઠીના વક્તાઓ અચ્યુતાનંદજી, રામાનંદ શરણજી, સુધા કિરણજી, પ્રજ્ઞાભારતીજી (ભોપાલ), બ્રિજેશ દીક્ષિતજી એ માણસના વિવિધ દિ્ષ્ટકોણની વિવેચનાત્મક રીતે રજૂઆત કરી હતી. સમગ્ર ભારતમાંથી ૧૦૫ થી પણ વધુ કથાવક્તાઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. તે કથાકરો સુંદર સંકલન ક્રિષ્નાનંદ ત્રિપાઠીજી કરી રહ્યા છે.સંકલન અને સંચાલન હરિશ્ચંદ્ર જોશીએ કર્યું હતું.