રાણપુર નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ટેમ્પો ઝડપી લેતી બોટાદ એલસીબી

694

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે અંગે એલ.સી.બી બોટાદના પોલીસ ઇન્સપેક્ટર  ટી.એસ.રીઝવીએ આવા કેસો શોધી કાઢવા માટે  દારૂબંધીની કડક અમલવારી થાય તે માટે એલ.સી.બી. સ્ટાફને સુચના કરેલ હોય જે અંગે સ્ટાફના રામદેવસિંહમોરી તથા  બળદેવસિંહ ફતેસિંહ લીંબોલાને ચોક્કસ બાતમી મળેલ કે એક સફેદ કલરની કાળી તાડપત્રી બાંધેલ આઇશર ટાટા ૧૧૦૯  નંબર જી.જે. ૧૪ ઝેડ ૬૩૨૪ ના છે જે લીંબડી તરફ થી રાણપુર તરફ આવનાર હોય અને જેમા વિદેશી દારૂ નો જથ્થો હોય જે હિકકત આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર  ટી.એસ.રીઝવી તથા સ્ટાફના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ, લક્ષ્મણદેવસિંહ પ્રવિણસિંહ, રામદેવસિંહ હરીસિંહ,બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ, વનરાજભાઇ વિશુભાઇ, મયુરસિંહ રામસિંહ, જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ, બળદેવસિંહ ફતેસિંહ, અશોકભાઇ રામજીભાઇ, તરૂણભાઇ દાદુભાઇ એ રાણપુર લીબંડી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળી ગાડી નીકળતા તેને રોકાવી તેમા તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમો મળી આવેલ અને ગાડીમાં જોતા પુઠાના બોક્સ નાના બોક્સ-૪૫ તથા મોટા બોક્સ-૨ જોવામાં મોટા એક બોક્સમાં ૨૪ નંગ તથા બીજા મોટા બોક્સમાં ૨૬ નંગ મળી બે બોક્સમાં કુલ ૫૦ બોટલો નાના બોક્સ ૪૫ પૈકી એક બોક્સમાં ૯ તથા બાકીના ૪૪ બોક્સમાં ૧૨ નંગ લેખે ૫૩૭ બોટલો મળી કુલ બોટલો ૫૮૭ બોટલો કિં.રૂ. ૧,૭૬,૧૦૦/- ની મળી આવેલ તથા દારુની હેરાફેરીમાં ઉપયોગ થયેલ ટાટા ૧૧૦૯ ગાડી કિ.રૂ. ૫૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૬૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૯૧૦/- તથા પી.ઓ.પી.ની સીટ તથા પાઉડર કિ.રૂ. ૧૯૭૯૦/- તથા અન્ય સાહિત્ય મળી કુલ ૭,૦૩,૮૦૦/- ના મુદૃામાલ સાથે રૂગનાથરામ ચતુરરામ ચૌધરી ઉવ. ૨૩  તથા રમેશ ચુનારામ સાઉ ઉવ. ૨૦ રહે.વાળાઓ પકડાઇ તથા આ દારૂનો જથ્થો બંન્ને આરોપીઓને મોબાઇલ ફોન વાળા ઇસમોએ ભરી આપી તે કહે તે જગ્યાએ આપવાનો હોય તે ઇસમો વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં તા. ૦૩ના રોજ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

Previous articleતુલસી જયંતિ મહોત્સવનાં બીજા દિવસની સંગોષ્ઠિમાં બહુવિધ માનસ બિંદુની ચર્ચા
Next articleરૂપાણી સર્કલમાં વૃક્ષ ધરાશાયી, કારને નુકશાન