રૂપાણી સર્કલમાં વૃક્ષ ધરાશાયી, કારને નુકશાન

613

ભાવનગર શહેરના રૂપાણી સર્કલ નજીક ઝાડ તુટી પડતા એક કારને નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડ વિભાગની ટીમે બનાવી સ્થળે દોડી જઈ રસ્તો ખુલ્લો કર્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલના પગલે ઝાડ તથા જર્જરીત મકાન તુટવાની ઘટનાઓ બની રહી છે. શહેરના રૂપાણી સર્કલ નજીક એક ઝાડ તુટી પડતાં નીચે પાર્ક કરેલી કાર દબાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ઝાડ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

Previous articleરાણપુર નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ટેમ્પો ઝડપી લેતી બોટાદ એલસીબી
Next articleભાવનગર અને સિહોર પંથકમાં ધીમી ધારે સવા બે ઈંચ વરસાદ