ન્યૂઝીલેન્ડનાં પૂર્વ કેપ્ટન બ્રૈંડન મૈક્કુલમ ગ્લોબલ ટી-૨૦ કેનેડાના સમાપ્ત થયા પછી સ્પર્ધાત્મક ક્રિકેટના તમામ સ્વરૂપોથી નિવૃત્તિ લેશે ટોરંટો નેશનલ્સ તરફથી રમી રહેલ ૩૭ વર્ષીય મૈક્કુલમએ ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો હતો. પરંતુ વિશ્વભરની ટી-૨૦ લીગોમાં રમી રહ્યો હતો. બ્રેંડન મૈક્કુલમએ ૧૦૧ ટેસ્ટ મેચોમાં ૬૪૫૩ રન બનાવ્યા, જેમાં ૧૨ સદી અને ૩૧ હાફ સેંચુરી છે. તેનો હાઇસ્કોર ૩૦૨ રન રહ્યો છે. મૈક્કુલમએ ૨૬૦ વન-ડેમાં ૬૦૮૩ રન બનાવ્યા. જેમા પાંચ સદી અને ૩૨ હાફ સેંચુરી સામેલ છે. તેણે ૭૧ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચોમાં ૨૧૪૦ રન બનાવ્યા છે. મૈક્કુલમે ઓવરઓલ ટી-૨૦માં અત્યાર સુધીમાં ૯૯૨૨ રન બનાવ્યા છે. તે ટી-૨૦માં ક્રિસ ગેલ (અત્યાર સુધીમાં ૧૨૮૦૮)નાં બાદ સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તેણે કહ્યું,’હું આજે ગર્વ અને સંતુષ્ટી સાથે જીટી-૨૦ કનાડાની સમાપ્તિ બાદ તમામ પ્રકારની ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરૂ છું. મેં યૂરો ટી-૨૦ સ્લૈમમાં નહી રમું અને હું આયોજકોને તેમના સમર્થન અને મારા નિર્ણયને સમજવા માટે આભાર વ્યક્ત કરૂ છું.’ પોતાના જમાનાનાં આક્રામક બેટ્સમેનમાંથી એક મૈક્કુલમએ ન્યૂઝીલેન્ડના ૨૦૧૫ વિશ્વકપનાં ફાઇનલમાં પહોંચાડ્યુ હતું પરંતુ ખિતાબી મુકાબલામાં કીવીયોએ ઓસ્ટ્રેલિયા સામે હારનો સમાનો કરવો પડ્યો હતો.
Home Entertainment Sports ન્યૂઝીલેન્ડનાં પૂર્વ કેપ્ટન મૈક્કુલમ ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેશે