આર્ટિકલ ૩૭૦ : અમિત શાહ હિન્દત્વના લોહ પુરૂષ પુરવાર

455

અમિત શાહને ભારતીય જનતા પાર્ટી હવે લોહપુરૂષ તરીકે ગણી રહી છે. આર્ટિકલ -૩૭૦ને દુર કરવા જેવા કઠોર અને સાહસી નિર્ણય કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સમર્થકો તેમની તુલના સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કરવા લાગી ગયા છે. દિલ્હી ભાજપના પ્રવકતાએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે મોદી ફોર ૨૦૨૪ અને શાહ ફોર ૨૦૨૯ રહેશે. રવિવારના દિવસે ભાજપના કેટલાક સાંસદોએ તો સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે અમિત શાહમાં ગૃહમંત્રી તરીકે સરદાર વલ્લભભાઇ પટેલની છાપ દેખાઇ આવે છે. શાહે પોતાની લોહ પુરૂષ તરીકેની છાપને એ વખતે સાબિત કરી બતાવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કોઇ મોટી જવાબદારી સોંપી હતી. યુપીમાં ૫૦ ટકા કરતા વધારે મતને પોતાની તરફેણમાં કરવાને લઇને બંગાળમાં ભગવો લહેરાવવા સહિતની અનેક સફળ કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે. શાહ મજબુતી સાથે ભાજપ માટે કામ કરતા રહ્યા છે. હવે જમ્મુ કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય કરીને શાહે પોતાને ભારતીય રાજનીતિના લોહ પુરૂષ તરીકે સાબિત કર્યા છે. ચૂંટણી જીતવા માટેની રણનિતી બનાવવામાં તેમની પહેલાથી જ મોટી સિદ્ધી રહી છે. જેથી તેમને ભારતીય રાજનીતિના ચાણક્ય તરીકે તો પહેલાથીજ કહેવામાં આવે છે. હવે કાશ્મીર મામલે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યા બાદ તેમના બોલ્ડનેસની પણ ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે.

ભારતીય જનતા પાર્ટી ચૂંટણી દેશના વિવિધ ભાગમાં નરેન્દ્ર મોદીના નામ પર જીતે છે. જો કે તેમની રણનિતીની જવાબદારી અમિત શાહે સંભાળે છે. મોદી સરકારની પ્રથમ પાંચ વર્ષની અવધિ દરમિયાન સમગ્ર દેશમાં ફરીને લોકોના મુડને સમજી લેવામાં શાહે સફળતા મેળવી હતી. જે ચૂંટણી રણનિતી બનાવવામાં કામ લાગી હતી. જેથી મોદી પહેલા કરતા પણ વધારે પ્રચંડ બહુમતિ સાથે ચૂંટણી જીતી ગયા હતા.

Previous articleહિરોસીમા પરમાણુ બોમ્બમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ
Next articleમંદી પર બ્રેક : સેંસેક્સ ૨૭૭ પોઇન્ટ રિકવર થઇ અંતે બંધ