એક તરફ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં લોકો ફાળો ખાવાનું વધુ પસંદ કરે છે અને તેમાં પણ કેળા સૌથી વધુ લોકો ખાતા હોય છે. પરંતુ હવે રાજકોટવાસીઓ કેળા ખાતા પહેલા તેની ગુણવત્તા ચકાશે તેવો સમય આવી ગયો છે. કેમકે રાજકોટની બજારમાં જે કેળા આવી રહ્યા છે તે કેમિકલથી પકવવામાં આવી રહ્યા છે.
રાજકોટના મોરબી રોડ પર આરોગ્ય વિભાગ દ્વારા જનતા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. કેળાના ગોડાઉનમાં ૨૦ ટન જેટલા કાચા કેળાનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાં રહેલો કાચા કેળાનો જથ્થો એફએસએસાઈના નિયમ મુજબ ગેસથી જ પકવવામાં આવતા હતા. પરંતુ આરોગ્ય વિભાગને શંકા હતી. જે કેળાનો અમુક જથ્થો અન્ય કેમિકલથી પકવવામાં આવે છે અને જેના આધારે જનતા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે રીતે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા કેળાના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં અગાઉ પણ અખાદ્ય કેળાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે જે જનતા ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે.
જેમાં બધી વસ્તુ યોગ્ય નિયમ મુજબ હોવાનું આરોગ્ય વિભાગનું રટણ તેની કામગીરીને શંકાના દાયરામાં રાખી રહ્યું છે. ત્યારે હવે ઘણા સમય બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગ સક્રિય થતા અનેક સવાલો સામે આવી રહ્યા છે.