મુસ્લિમ મહિલાઓને રક્ષણ આપતા ત્રણ તલાકનો નવો કાયદો બનાવ્યા બાદ બનાસકાંઠામાં ફોન પર તલાક અપાયાની પ્રથમ ફરિયાદ મહિલા પોલીસ મથકે નોધાઈ છે.માહી ગામની યુવતીને પતિએ ફોન પર એક તલાક આપી દીધા હતા.
વડગામના માહી ગામની એક યુવતીને ફતેગઢ ગામના સાસરિયાઓએ એક વખત ઘર બનાવવા રૂ.૩ થી ૪ લાખની માંગણી કરી હતી.અને તે બાદ યુવતીના પતિએ બીજી પત્ની લાવવાની ધમકીઓ આપી હતી. જેને લઇ યુવતીએ તેના પિતા પાસેથી તૂટક તૂટક રૂપિયા આશરે ૫ લાખ રૂપિયા લાવી આપ્યા હતા. તે બાદ ફરી બેકરી બનાવવા રૂ.૫ લાખની માંગ કરી હતી. જેને લઇ યુવતીએ પૈસા આપવાની ના પાડતાં સાસરિયાના લોકોએ યુવતી પર તાંત્રિક વિધિઓ કરાવી તેને માર મારી દીકરાઓ સાથે ઘરમાંથી કાઢી મૂકી યુવતીના પતિ શાહિદ શબ્બીરભાઇ સેલીયાએ ફોન પર ૧ વખત તલ્લાક આપી દીધા હતા. જેથી પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.