વરસાદ સાથે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં ડેન્ગ્યુના બે કેસ પોઝિટિવ જોવા મળતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. રોગચાળો વધે નહીં તે માટે તંત્ર દ્વારા ઇમરજન્સી ધોરણે દવા છાંટવાની કામગીરી હાથ ધરાઇ હતી. લડબી નદીની અંદર બારે માસ ગંદુ પ્રવાહી વહેતું હોવાના કારણે ત્યાંના રહીશોમાં બીમારીની સમસ્યા વધી છે. પરંતુ તંત્રને તેની કોઇ પરવા નથી. તંત્ર હવે આળસ ખંખેરીને આ મુદ્દાનો સત્વરે નિકાલ લાવે તેવી લોકોની માગ છે.