ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૦૧૮-૨૦૧૯ માટેનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ખાસ કૃષિ, યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય પર ભાર આપતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નીતિન પટેલે ગૃહમાં આજેે ૧,૮૩,૬૬૬ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. નશાબંધી અંગેના ટેક્ષમાં વધારો કરી ૧૦૬.૩૨ કરોડ તેમજ ૨૦૧૮-૧૯ના અંદાજ મુજબની પુરાંત ૭૮૩.૦૨ મળીને કુલ ૮૮૯.૩૪ કરોડની પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
આવ્યું છે.
જેમાં નાણાકિય ખાધમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. મુખ્યત્વે કૃષિ, યુવા, સ્વાસ્થ્ય અને ઉદ્યોગ લક્ષી ફાળવણી કરવામાં આવી છે. સિંહ સંવર્ધન માટે માત્ર ૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નાણાંપ્રધાન નીતિન પટેલે બજેટ સ્પીચમાં કહ્યું હતું કે આ બજેટ ખાધ ઘટાડનારું અને ગુજરાતનો વિકાસ કરનારું બજેટ છે. તેમણે કહ્યું હતું કે સરકાર યુવાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવા કૃતનિશ્રયી છે તે માટે ગુજરાતના બજેટમાં ૭૮૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી ગુજરાતમાં ૪ લાખ યુવાનોને રોજગારી મેળા હેઠળ રોજગારી અપાશે. કૃષિક્ષેત્રે ૯૭૫૦ કરોડ, ૨૭,૫૦૦ કરોડ શિક્ષણ, શહેરી ગૃહ નિર્માણ માટે ૧૨,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. પીવાના પાણી માટે, યુવાનોની રોજગારી અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ઓવર બ્રીજ અને રોડ-રસ્તા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ૨૫૧૬ કરોડની જોગવાઈ કરાયી છે. બસ સ્ટેશનોને આધુનિક બનાવવા ૧૦૦ કરોડની ફાળવણી કરાયી છે.
બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈઓ
• ૫૬૩૫ નવા પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે. ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓની સંખ્યા ચાર હજારથી વધારી છ હજાર કરાશે. તેમનું માનદ વેતન પણ વધારીને ૩૦૦ રુપિયા કરાશે. પોલીસ ક્વાટર્સ બનાવવા ૩૬૦ કરોડની ફાળવણી.
• સાત વર્ષથી રિસરફેસ નથી થયા તે તમામ રસ્તા ૪૧૨ કરોડના ખર્ચે રિસરફેસ કરવામાં આવશે.
• ૮૯૯ કરોડ રુપિયા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી માટે ખર્ચવામાં આવશે. આસપાસના વિસ્તારને પણ ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવાશે.
• શહેરોમાં ૨૯૧૨ કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવાશે. ૧૨૬૪ કરોડ રુપિયા ભૂગર્ભ ગટરો માટે ફાળવવામાં આવ્યા.
• યુવા રોજગારી માટે ૭૫૦ કરોડ ફાળવાયા
• અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો રેલવેના કામકાજ માટે ૫૯૨ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા.
• પ્રાથમિક શાળાના નવા રુમો બનાવવા ૬૭૩ કરોડ ફાળવાયા
• ઊર્જા માટે ૮૫૦૦ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા
• મધ્યાહન ભોજપ માટે ૧૦૮૧ કરોડ ફાળવાયા
• ૨૭,૫૦૦ કરોડ રુપિયા શિક્ષણ વિભાગને ફાળવાયા
• મા અમૃતમ યોજના માટે ૭૫૦ કરોડ
• ક્ષારયુક્ત જમીનની ગુણવત્તા સુધારવા ૫૪૮ કરોડ ફાળવાયા
• ધોલેરા સર માટે ૨૮૦ કરોડની જોગવાઈ
• નવા ટુરિસ્ટ સ્પોટ તરીકે લોથલ તેમજ ધોળાવીરાને વિકસાવવામાં આવશે
• ગીરનારના દસ હજાર પગથિયાનું રિપેરિંગ કરવામાં આવશે.
• સી – પ્લેન સેવા તથા નવા એરપોર્ટના વિકાસ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શાળાઓમાં ન્ઈડ્ઢ પંખા નંખાશે
રાજયની ર૦૦૦ સરકારી શાળાઓમાં ૪૦,૦૦૦ એલ.ઈ.ડી. બલ્બ નાંખવાના તથા ર૦ હજાર કાર્યક્ષમ પંખાઓ નાંખવામાં આવશે જેની માટે સરકારે ૪ કરોડની જોગવાઈ કરાઈ છે.
ધો. ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને ગણવેશ બેના બદલે ત્રણ જોડી આપવા નિર્ણય
ધો. ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને અત્યાર સુધી બે જોડી ગણવેશ અપાતો હતો. તેને વધારીને ત્રણ જોડી આપવાનો નિર્ણય કર્યો છે. જે માટે બજેટમાં રૂ. ૩૦૦ ને બદલે રૂ. ૬૦૦ સહાય રકમ માટે રૂ. ૧૪૬ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
૪૮.૧૦ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.
ક્રૃષિક્ષેત્ર અને ખેડૂતોને ૦% વ્યાજે લોન
બજેટ ૨૦૧૮ને રજૂ કરતાં નાણાંપ્રધાન નીતિન પટેલે કૃષિ ક્ષેત્રે ૬૭૫૫ કરોડની ફાળવણી કરી છે. ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર અને લોન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ખેતી માટે ઝીરો ટકા વ્યાજ દરે લોન આપવામાં આવશે તેવી જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી.