લોકસભામાં જમ્મુ કાશ્મીર ઉપર કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઇને કોંગ્રેસ પાર્ટી જોરદારરીતે ફસાઈ ગઈ છે. ચૌધરીએ પોતાના નિવેદન બાદ ટિકાટિપ્પણી વચ્ચે સ્પષ્ટતા પણ કરી હતી. અધિર રંજન ચૌધરીએ કાશ્મીરને ભારતના આંતરિક મામલા હોવાના દાવા ઉપર લોકસભામાં પ્રશ્નો ઉઠાવ્યા હતા તે વખતે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આશ્ચર્યજનકરીતે તેમને જોવા લાગી ગયા હતા. સોનિયા ગાંધી પણ ખુબ નાખુશ દેખાયા હતા. સોનિયા ગાંધી ખુબ જ નારાજ દેખાયા હોવાનું અને ત્યારબાદ અધિર રંજનને ઠપકો આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. મોડેથી અધિર રંજને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેઓ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગી રહ્યા હતા. તેમના નિવેદનને ખોટીરીતે લેવામાં આવ્યું છે. ભારે હોબાળો થયા બાદ ચૌધરીએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અનેક મુદ્દાઓ ઉપર સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગી રહ્યા હતા. આ સંસદમાં ૧૯૯૪માં લોકસભા અને રાજ્યસભામાં સર્વસંમતિથી એવો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પણ ભારતમાં સામેલ કરવામાં આવશે. જો આવી બાબત હતી તો હાલમાં પોકને લઇને સ્થિતિ શું રહેલી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, તેઓ સરકારને પ્રશ્ન કરી રહ્યા હતા.
આમા કોઇ ખોટા મુદ્દાઓ ઉપસ્થિત થતાં નથી. અધિરે કહ્યું હતું કે, કાશ્મીર પર દુનિયાની નજર કેન્દ્રિત થયેલી છે. જો કાશ્મીર મુદ્દો એટલો સરળ રહ્યો હોત તો સોમવારના દિવસે અનેક દેશોના દૂતોને માહિતી આપી દીધી હોત. તેઓ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે. અધિર રંજન લોકસભામાં કાશ્મીર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા. સોનિયા ગાંધી ખુબ જ નાખુશ દેખાઈ રહ્યા હતા. મોડેથી ગૃહમાં ચૌધરીના નિવેદનને લઇને હોબાળો થયો ત્યારે સોનિયા ગાંધીએ પાછળ વળીને હેરાનગતિ પ્રગટ કરતા દેખાયા હતા. જો કે, આ ગાળા દરમિયાન રાહુલ ગાંધી શાંતિપૂર્વક ચૌધરીને સાંભળી રહ્યા હતા. અધિરે કહ્યું હતું કે, એક વડાપ્રધાને શિમલા સમજૂતિ કરી હતી. બીજા વડાપ્રધાન વાજપેયી લાહોર સમજૂતિ કરી હતી. હાલમાં વિદેશ મંત્રી જયશંકરે માઇક પોમ્પિયો સમક્ષ કહ્યું હતું કે, આ દ્વિપક્ષીય મામલો છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જમ્મુ કાશ્મીર એકાએક આંતરિક મામલો કઇ રીતે થઇ ગયો છે. જ્યારે શિમલા અને લાહોર સમજૂતિ થઇ અને માઇક પોમ્પિયો સાથે વિદેશમંત્રીની વાત થઇ ત્યારે કહેવામાં આવ્યું હતું કે,આ દ્વિપક્ષીય મામલો છે. એકાએક આ મામલો આંતરિક કેમ થઇ ગયો છે.