ગાંધીનગર તાલુકા પંચાયતની આવતીકાલે તા.૨૧મીએ ચૂંટણી છે ત્યારે ૩૬ બેઠકોની આ ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસે બે અપક્ષોએ પોતાની દાવેદારી પાછી ખેંચી હતી અને આખરે કુલ કુલ ૮૩ ઉમેદવારો મેદાને રહ્યા હતા. ૨૮ બેઠકો ઉપર ભાજપ – કોંગ્રેસનો સીધો મુકાબલો છે ત્યારે રાંધેજા(૨) બેઠક ઉપર સૌથી વધુ ત્રણ અપક્ષો સાથે પાંચ ઉમેદવારો છે.
રાંધેજા(૨) બેઠક ઉપર સૌથી વધુ પાંચ સહિત કુલ ૮૩ ઉમેદવારોઃ બસપાના એક જ્યારે ૧૦ અપક્ષો ગાંધીનગર તાલુકા પંચાયતની ૩૬ બેઠકોની ચૂંટણી બુધવારે તા.૨૧મી ફેબુ્રઆરીના રોજ યોજવાની છે ત્યારે તા.૮મીએ ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૩૬ બેઠકો માટે કુલ ૮૩ ઉમેદવારો રહ્યા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસના ૩૬-૩૬ ઉમેદવારોએ દાવેદારી કરી છે.
જ્યારે બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવારે પ્રાંતિયામાંથી ઉમેદવારી કરી છે. આ ઉપરાંત દોલારાણાવાસણામાં ર,રાંધેજા (ર)માં ૩ ઉપરાંત કોલવડા(૧),રૃપાલ, સાદરા, ટીંટોડા, વાવોલ(ર)માં એક – એક અપક્ષ ઉમેદવારો મેદાને રહ્યાં છે.
આઠ બેઠકો ઉપર અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવારો ઉભા રહેવાના કારણે ૨૮ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસનો સીધો જંગ થશે.
જ્યારે રાંધેજા(ર) બેઠક ઉપર સૌથી વધારે પાંચ-પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. આ ઉપરાંત દોલારાણાવાસણામાં બે અપક્ષ અને ભાજપ-કોંગ્રેસના એક-એક એમ કુલ ચાર ઉમેદવારો રહેશે તો અન્ય છ બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ છે.