ધંધુકા તાલુકા ચુડાસમા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો. હતો. સન્માન કાર્યક્રમ સાથે સમાજની બોર્ડિંગમાં બનાવાયેલા ગૃહપતિ અને કર્મચારી માટેના નવ નિર્મિત કવાટર્સનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ધંધુકા ચુડાસમા રાજપુત બોર્ડિંગ ખાતે આજે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો તથા બોર્ડિંગ કેમ્પસમાં ગૃહપતિ અને કર્મચારીઓ માટે બનાવાયેલા નવા કવાટર્સનું ઉદ્દેઘાટન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સોનીપત હરિયાણાના આર્યસમાજના અજય આચાર્ય તથા કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય ગણમાન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ તકે સમાજના પ્રમુખ વિરામદેવસિંહ શાબ્દીક આવકાર આપી સમાજની પ્રગતિનો ચિતાર આપયો હતો તો શિક્ષણ સમિતિના યોગરાજસિંહ ચુડાસમાએ સમાજની શૈક્ષણિક પ્રગતિની વિસ્તૃત વાત કરી હતી. આ તકે આર્યસમાજ હરિયાણાના અનજય આચાર્ય અને કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સમાજ હજુ પણ વધારે પ્રગતિ કરે અને દરેક ક્ષેત્રમાં સમાજના યુવાનો યુવતિઓ વધારે બળવત્તર બને તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. સમાજના તેજસ્વી તારાલાઓને તથા દાતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. બોર્ડિંગ કેમ્પસમાં બનાવવામાં આવેલા ગૃપતિ તથા કર્મચારીઓ માટેના અદ્યતન કવાટર્સનું પણ મહાનુભાવોના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજની કમિટિ તથા યુવાનો દ્વારા ખુબ જહેમત ઉઠાવવામાં આવી હતી.