અમરેલી જીલ્લા માં ગેરકાયદે હથિયારો રાખનારા અને ગંભીર પ્રકાર ના ગર્ભિત ગુના આચરવા બિનકાયદેસર હથીયાર સાથે રાખી ફરતા તત્વો ને ઝડપી પાડવા જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ની સુચના માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લા એસ.ઓ.જી પોલીસ ઇન્સ આર.કે.કરમટા સહિત ની ટીમ અમરેલી બગસરા રાધેશ્યામ ચોકડી નજીક પેટ્રોલિંગ માં હતી ત્યારે શંકાસ્પદ હિલચાલ સાથે પોતાના નેફામાં વસ્તુ છુપાવી નીકળેલા રાવતભાઇ વલકુભાઇ વાળા ઉ.વ.૫૦ રહે, ટીંબલા તા.જી.અમરેલી વાળા ની અંગ ઝડતી લેતા તેની પાસે થીએક દેશી હાથબનાવટનો તમંચો કિ રૂ .૨૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરુધ્ધ આર્મ્સ એક્ટ તળે વિધિવત ગુનો રજીસ્ટર કરી તપાસ હાથધરી છે
પો.ઇન્સ આર.કે.કરમટા ના જણાવ્યા મુજબ જીવ હિંસા કરી શકે તેવા દેશી બનાવટ ના તમંચા સાથે ઝડપાયેલા આરોપી એ હથિયાર ક્યાંથી મેળવ્યા સહિત હથીયાર રાખવા પાછળ ના ઈરાદા અંગે ની પોલીસ માં તપાસ હાથ ધરવા માં આવી છે.