દિવસની ઉજવણી જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી, ભાવનગર તેમજ નાયબ પશુપાલન અધિકારીની કચેરી-જીલ્લા પંચાયત, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે યોજવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરા. મહિલા શક્તિ કેન્દ્ર, ભાવનગર થી મહિલા કલ્યાણ અધિકારી અને જિલ્લા કો-ઓર્ડીનેટર, વન સ્ટોપ સેન્ટર ભાવનગરથી એડમિનિસ્ટ્રેટર, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, તળાજા, અને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, શિહોરના કાઉન્સેલર હાજર રહ્યા હતા, તેમજ ૩૩૦ આત્મા પ્રોજેક્ટની લાભાર્થી ખેડૂત મહિલાઓ વગેરે આ કાર્યક્રમમાં જોડાયા અને આ તમામ બહેનોને મહિલા કૃષિ દિવસ અંતર્ગત કૃષિ તેમજ પશુપાલન તેમજ બાગાયતને લગતી વિવિધ યોજનાઓ તેમજ કાર્યક્રમો વિષે માહિતગાર કરવામાં આવ્યા અને મહિલા ખેડૂતોના સન્માન કરવામાં આવ્યા.
આ પ્રસંગે પ્રદીપભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર દ્વારા મહિલાઓ કૃષિ ક્ષેત્રે કેવી રીતે માહિતગાર તેમજ વિકસિત બને તે માટે શિબિરનું આયોજન કરવામાં આવે છે.
વાઘમશીભાઇ, નાયબ બાગાયત નિયામકે બહેનોને બાગાયતી ખેતીમાં પણ તકો ઉપલબ્ધ કરવી તેમજ તેમાં મૂલ્યવર્ધન કરી શકે તે માટેની તાલીમ આપવામાં આવે છે
જ્યારે અરુણભાઈ દવે, નિયામક, લોકભારતી સણોસરા દ્વારા બહેનો સશક્ત અને સક્ષમ છે તેની શક્તિનો પ્રવાહ સમાજના વિકાસમાં વધારો કરી શકે છે. અને કૃષિ વિકાસમાં બહેનોના મહત્વ ફાળા બાબતે વાત કરી હતી.
આ કાર્યક્રમમાં વક્તુબેન મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ,ભાવનગર, અરુણભાઈ દવે, નિયામક, લોકભારતી સણોસરા. વાઘમશીભાઇ, નાયબ બાગાયત વિભાગ, બલદાણીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, પ્રદીપભાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી., શ્રીખેર, વેનેટરી ઓફિસર,પશુપાલન વિભાગ, ભાવનગર. ડૉ.એન.પી. શુક્લા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી,સણોસરા ઉપસ્થિત રહ્યા હતા.