પમી ઓગષ્ટ એટલે દેશ માટે સુવર્ણ દિવસ આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ દ્વારા જમ્મુ – કાશમીર તેમજ લદાકને કેન્દ્રશાસિત રાજય જાહેર કરી ૩૭૦ની કલમ તેમજ ૩પએ માંથી મુક્તિ આપતા અખંડ ભારતનો નિર્ણય લીધો હતો પણ દેશહિતમાં કોંગ્રેસને રસ ન હોય તેવો ભાજપે આક્ષેપ કર્યો હતો.
આ બાબતે ભાજપના તેમજ કોળી સમાજના આગેવાન હિરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગઈકાલે આ નિર્ણય જાહેર થયા બાદ કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કે આગેવાને આ નિર્ણયને જાહેરમાં સ્વીકાર્યો નથી. ત્યારે કોંગ્રેસ માત્ર સતાને વરેલી છે. દેશહિત સાથે કોઈ લેવાદેવા નથી તેમ જણાવ્યું હતું.