રાજુલામાં દિનપ્રતિદિન ખૂંટિયાનો ત્રાસ વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના અનુસંઘાને એક વૃદ્ધનું મોત થયું હતું. આ બાબતે વેપારી મંડલે ઉચ્ચસ્તરે રજુઆત કરી છે.
રાજુલામાં રહેતા અને છબીલા હનુમાનજી મંદિરની સેવા કરતા વૃદ્ધ પરસોત્તમભાઈ જાની (ઉ.વ.૮૦) ગઈકાલે એક ઘણખૂંટે અડફેટે લેતા તેનું મૃત્યું થયું હતું. ત્યારે આ સમસ્યાને લીધે એક વૃદ્ધાનો ભોગ લેવાયો હતો. આ બાબતે વેપારી મંડળના પ્રમુખ બકુલભાઈ વોરાએ પાલિકા તંત્ર તેમજ ધારાસભ્યને પત્ર પાઠવી રજુઆત કરી હતી કે રાજુલામાં મુખ્ય બજાર શાકમાર્કેટ જાફરાબાદ રોડ રસ બસ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ખૂંટિયાઓ પડ્યા પાથર્યા રહે છે કયારેક તેના યુદ્ધમાં નિર્દોષ રાહદારીઓ લોકો બાળકો મહિલાઓ વૃધ્ધો ભોગ બને છે. તાકીદે કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.
અને જનજીવન હાલત કફોડી બનાવનાર રસ્તા વચ્ચે ધામા તો નાખે છે. પણ તેને ચડે ત્યારે કૈઈકના હાથ પણ અને જીવન ગુમાવવાનો વારો આવે છે. જેનું તાજુ ઉદાહરણ છે દેવીભાઈ બાંભણીયા જેને ખૂંટીયાએ હડફેટે લઈ પાંચ ફુટ હવામા ઉછાળી મોઢાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ સાથે મહુવા હોસ્પિટલમાં દાખલ તો થયા પણ એક લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો ત ખર્ચ કોની પાસેથી લેવો શું નગરપાલિકા આપશે ? કોણ જવાબદાર માટે આવતીકાલથી આ બાબતે ગંભીર પગલા લેવા અને હવે તો ધાર્મિક તહેવારોની અંતી ભીડ જોવા મળશે માટે આ આખલાથી બચાવો તેવી જનતા વતી બકુલભાઈ વોરાની ગંભીર રજુઆત કરેલ છે.