ભાવનગર ખાતેના મજુરી કામ કરતા લોકો પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવીને ગરીબ લોકોને લોન આપવા બાબતના પ્રલોભનો તથા રોકડ રકમ આપીને દસ્તાવેજ મેળવવામાં આવેલ હતાં. ત્યાર બાદ ભાવનગર ખાતે સીતારામ ટ્રેડીંગ નામથી જીએસટી કાયદા અન્વયે નોંધણી નંબર મેળવેલ હતો. જેમાં સિતારામ ટ્રેડીંગ ભાવનગરના કેસમાં રૂા. ૬૦.૪૮ કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલ અને જેના થકી અન્ય વેપારીઓને રૂા. ૧૦.૭૦ કરોડની વેરાશાખ તબદીલ કરવામાં આવેલ.
જેમાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિઓ પૈકી મુનાફ અબ્દુલમજીદભાઈ હબીબાણી ઉર્ફે મુન્નો દાઢી અને ભાનુસીંગ પીઠાભાઈ ખીમસુરીયાની ધરપકડ તા. ૯-૭-ર૦૧૯ના રોજ કરવામાં આવેલ હતી. જયારે ભારત મનસુખભાઈ મારૂ ઉર્ફે ભાવેશ મારવાડ નાસતો-ફરતો હતો જેની આજ તા. ૬-૮-ર૦૧૯ના રોજ ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે. કોર્ટે આરોપીને જયુડીશીયલક સ્ટડીમાં મોકલી આપેલ છે.