બાબરા તાલુકા માં દારૂ જુગાર સહિત ના ગેરકાનૂની પ્રવૃતિ કરનારા તત્વો ને કાયદાનો પાઠ ભણાવવા બાબરા સ્થાનિક પોલીસ વર્તુળ ની નિષ્ક્રિયતા સામે ભાવનગર જોન આર આર સેલ દ્વારા થોડા દિવસો પહેલા બાબરા નજીક ના ઉટવડ થી ૪૧ લાખના ઈંગ્લીશ દારૂ નો મુદ્દામાલ તેમજ જીલ્લા એલ સી બી પોલીસે ખાખરીયા ગામે થી પાંચ લાખ ના મુદ્દામાલ વાળું જુગાર ધામ ઝડપી બાબરા તાલુકા માં કુનેહભરી કામગીરી કરી બતાવી હતી
અમરેલી જીલ્લા પોલીસ વડા નિર્લિપ્તરાય ના માર્ગ દર્શન હેઠળ એલસીબી પોલીસ ના ઇન્સ ડી.કે.વાઘેલા દ્વારા બાબરા તાલુકા માં બાતમીદારો મારફત મળેલી ચોક્કસ ખબર અંગે તાલુકા ના થોરખાણ ગામ ની શિમ માં તપાસ કરતા વાડી માલિક હસુભાઈ રાજાભાઈ પાનસુરિયા બહાર થી ફંટર બોલાવી આર્થિક લાભ માટે જુગારધામ ચલાવતો હતો
થારખાણ ગામ થી દેવળિયા જવા ના જુના માર્ગ ની શિમ માં આવેલ બંધ મકાન ની ઓરડી માંથી જીલ્લા એલસીબી પોલીસે છાપો મારી અને શ્રાવણીયા જુગાર તીનપતી નું હાટડુ માંડી બેઠેલા શકુની હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ રાજાભાઇ પાનસુરીયા, રહે. થોરખાણ, રવજીભાઇ બાવકુભાઇ કલકાણી, રહે . ગરણી, નિલેષભાઇ લાલજીભાઇ લીંબાસીયા, રહે.ગરણી, દિનેશભાઇ ખીમજીભાઇ ડાભી, રહે.જંગવડ, તા.જસદણ, હમીરભાઇ તેજાભાઇ સરસીયા, રહે.થોરખાણ, ભાવેશભાઇ આલાભાઇ રાતડીયા, રહે.થોરખાણ, અતુલભાઇ ગોરધનભાઇ જાદવ, રહે.વાંસાવડ, તા.ગોંડલ બાબુભાઇ મંગાભાઇ ડાભી, રહે. જીવાપર, તા.જસદણ, જયદીપભાઇ ભરતભાઇ જયસ્વાલ,રહે.વાંસાવડ,ભુપતભાઇ ખોડાભાઇ ધડુક, રહે.થોરખાણ રોકડા રૂપિયા ૧,૦૨,૨૮૦ તેમજ મોબાઈલ નંગ ફોન નંગ-૧૩, કિંમત રૂ.૭૭,૫૦૦ મોટર સાયકલ નંગ-૩, કીમત ૫૦,૦૦૦ મળી કુલ રોકડ સહિત ૨,૨૯,૭૮૦ નો મુદામાલ ઝપ્ત કરી બાબરા પોલીસ મથક માં તમામ સામે જુગારધારા તળે ફરિયાદ નોધી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથધરી છે.