રામકથાથી નીતિ, મહાભારતથી યુક્તિ અને ભાગવતથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે : ગોવિંદગિરીજી

548

તુલસી જન્મોત્સવ પ્રસંગે મોરારિબાપુના સાનિધ્યમાં મહુવામાં યોજાયેલ પાંચ દિવસીય કાર્યક્રમમાં તુલસી સાહિતય સંગોષ્ઠીમાં સ્વામી ગોવિંદગીરીજી  મહારાજે કહ્યું કે, રામકથાથી નીતિ, મહાભારતથી યુક્તિ અને ભાગવતથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે.

મોરારિબાપુના સાનિધ્યમાં શનિવાર તા. ૩થી પ્રારંભાયેલ તુલસી સાહિતય વિચાર સંગોષ્ઠીના આજે ચોથા દિવસે જેઓનું સન્માન થનાર છે. તેવા વિદ્વાન વકતાઓએ બપોર પછીના સત્રમાં રસમય ઉદ્દબોધનો કર્યા હતાં.

મહુવા કૈલાસ ગુરૂકુળમાં બપોર પછીના સત્રમાં સ્વામી ગોવિંદગીરીજી મહારાજે મહાભારતના કેટલાંક પ્રસંગો ટુંકમાં વર્ણવી રાષ્ટ્રમાં વર્તમાન વિજયને  વધાવી હજુ વધુ સારા દિવસો આવશે, જેમાં ભુમિકામાં માટે ગુજરાતની ધરતીને વંદન કર્યા હતાં. તેમણે ભારતીય સંસ્કૃતિ સારાયે વીશ્વ માટે કલ્યાણક ગણાવી, સંસ્કૃતિનું મહાત્મ્ય રજુ કર્યુ હતું. રામકથાથી નીતિ, મહાભારતથી યુક્તિ અને ભાગવતથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે તેમ કહ્યું કથા પ્રસાર માટે ડોંગરેજી મહારાજ તથા મોરારિબાપુના ક્રાંતિકારી આયામને બિરદાવ્યું.

મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીએ તેમના વિચારમાં શ્રોતા વકતા માટે અવસ્થાની અસમાનતા પર વાત કરી સિધ્ધ અને શુધ્ધના મિલનથી શાસ્ત્રોનું નિર્માણ થયાનું જણાવ્યું. સ્વામી મૈથીલીશરણજીએ કહ્યું કે મહાપુરૂષોને તેમના વર્તમાનમાં કયારેય અમૃત અપાયુ નથી, ઝેર જ મળ્યું છે. તુલસીદાસને પણ ઝેર ન અપાયું હતું. આ સત્રમાં પંડિત શિવકાન્તજી મિશ્રે તુલસીદાસની ચોપાઈએ વેદની ઋચા ગણાવી હતી.

Previous articleદોઢ મહિનો થયો છતા યુનિ. દ્વારા રીએસેસ્મેન્ટના પરિણામ નથી આવ્યા
Next articleલાકડીયા પુલ નજીક બાવળની કાંટમાં જુગાર રમતા ચાર શકુનીઓ ઝડપાયા