દામનગર શિયા ઇસ્માઇલી ખોજાના ધર્મ ગુરુ નામદાર એસ એસ પ્રિન્સ આગાખાન તાજેતરમાં ભારતની મુલાકાતે પધારેલ હોય તેની ખુશાલી પ્રસંગે દામનગર ઇસ્માઇલી ખોજા સમજે બહોળી સંખ્યામાં મામેરા ભરવામાં આવેલ દામનગર ઇસ્માઇલી ખોજા જમાત ખાતેથી જમાતના કામડિયાના ઘેરથી મામેરું ભરી વાજતે ગાજતે શહેરભરમાં સરઘસ કાઠવામાં આવેલ. નામદાર આગાખાન દસ દિવસીય ભારત યાત્રાએ હોય સમસ્ત શિયા ઇસ્માઇલી ખોજા સમાજમાં ભારે ઉત્સાહથી ઠેર ઠેર ખોજા સમાજ દ્વારા મામેરું ભરવાના ક્રાયક્રમો યોજાય રહ્યા છે ત્યારે દામનગર શહેર ભરના શિયા ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા તા૨૦/૨ના રોજ દામનગર શહેરની મુખ્ય બજારોમાં સરઘસ નીકળ્યું હતું. આબાલ વૃદ્ધ બાળકો સ્ત્રીઓની ખૂબ મોટી સંખ્યામાં હાજરી રહી હતી. બેન્ડ વાઝા ઢોલ નગારા સાથે નીકળેલ સરઘસ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.