ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે પ્રથમ વન-ડે, સાંજે ૭ કલાકથી શરૂ

908

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની શાનદાર શરુઆત કરી છે. ત્રણ ટી-૨૦માં ભારતે વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઇટવોશ કર્યો છે. અંતિમ ટી-૨૦માં ભારતે ૭ વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતે ૧૯.૧ ઓવરમાં ૩ વિકેટે ૧૫૦ રન બનાવી લીધા હતા. રિષભ પંતે ૪૨ બોલમાં અણનમ ૬૫ અને વિરાટ કોહલીએ ૫૯ રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ દીપક ચાહરે ૪ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. ટી-૨૦માં વ્હાઇટવોશ પછી ભારતની નજર હવે વન-ડે શ્રેણી પર છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૮ ઓગસ્ટથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે.

વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ કલાકેથી શરુ થઈ રહી છે. જેથી મેચ પુરી થતા-થતા સવારના બે કે ત્રણ વાગી જશે. ટેસ્ટમાં પણ આવી જ સ્થિતિ રહેશે. ટેસ્ટ મેચ પણ સાંજે ૭ કલાકેથી શરુ થઈ રહી છે. જેથી આખી મેચ જોવા માંગતા પ્રશંસકોએ રાત્રે ઉજાગરા કરવા પડશે.

Previous articleપારિવારિક પરંપરા બાળકોમાં ખુબ ઉપયોગી : ઐશ્વર્યા
Next articleICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે શ્રીલંકાની ટીમ જાહેર