ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે શ્રીલંકાની ટીમ જાહેર

510

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૨ ટેસ્ટ મેચોની સિરીઝ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં શ્રીલંકાએ ૨૨ સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જે બાદમાં ઘટાડીને ૧૫ સભ્યોની કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વ કપ ૨૦૧૯ના વિશ્વકપમાં થયેલા અવિશ્વસનીય પરાજય બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમવી જોવા મળશે.

૧૪ ઓગસ્ટથી ગાલેમાં શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમમાં દિનેશ ચાંદીમલ, સ્પિનર અકિલા ધનંજયા અને દિલરૂવાન પરેરાની ટીમમાં વાપસી થઈ છે. આ સિવાય અનકેપ્ડ ઓલરાઉન્ડર દનુષ્કા ગુનાથિલકા અને ફાસ્ટ બોલર લાહિરૂ થિરિમાને, બેટિંગ ઓલરાઉન્ડર શેહાન જયસૂર્યા અને ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોને ૨૨ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એન્જેલો મેથ્યૂઝની ટીમમાં વાપસી થઈ છે, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ઇજાને કારણે બહાર હતો. દિનેશ ચાંદીમાલને આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ડ્રો કરવામાં આવ્યો હતો. તેણે ડિમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરતા ફરી ટીમમાં તક મળી છે.

શ્રીલંકાની ટીમ આ પ્રકારે છે : દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), એન્જેલો મેથ્યૂઝ, દિનેશ ચાંદીમલ, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, ધનંજય ડિસિલ્વા, એન્જલો પરેરા, ઓશાડા ફર્નાન્ડો, દનુષ્કા ગુનાથિલકા, શેહાન જયસૂર્યા, ચમિકા કરૂણારત્ને, દિલરૂવાન પરેરા, અકિલા ધનંજયા, લસિથ એમબુલ્ડેનિયા, લક્ષણ સંનદાકન, સુરંગા લકમલ, લાહિરૂ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, કસુન રજીથા અને અસિથા ફર્નાન્ડો.

Previous articleભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે પ્રથમ વન-ડે, સાંજે ૭ કલાકથી શરૂ
Next articleજન્મદિને સુષ્મા કેક લાવવાનું ભુલતા જ ન હતા : અડવાણી