જન્મદિને સુષ્મા કેક લાવવાનું ભુલતા જ ન હતા : અડવાણી

525

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના અવસાનથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ભાવનાશીલ બની ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને જોઇને ભાવનાશીલ બની ગયા હતા. એ ગાળામાં તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રહ્યા હતા. બીજી બાજુ આજે લોધી રોડ સ્મશાનગૃહમાં સુષ્મા સ્વરાજના અંતિમસંસ્કાર વેળા એક ફોટાએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. સુષ્માને શ્રદ્ધાંજલિ આપતી વેળા લાલકૃષ્ણ અડવાણીને મોદી મદદ કરતા નજરે પડ્યા હતા. આ ગાળા દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અડવાણીના બીજા હાથને પકડીને ટેકો આપ્યો હતો. આ પહેલા સુષ્માના આવાસ ઉપર પણ તેમના પાર્થિવ શરીર પર દર્શન કરીને અડવાણી ભાવુક થઇ ગયા હતા. સુષ્મા સ્વરાજની અનેક યાદોને તાજી કરવામાં આવી હતી. લાલકૃષ્ણ અડવાણીએ તેમને યાદ કરતા દિગ્ગજ નેતા તરીકે ગણાવ્યા હતા. સુષ્માને શ્રદ્ધાંજલિ આપતા અડવાણીએ તેમને વરિષ્ઠ નેતા તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, પૂર્વ વિદેશમંત્રીને ખુબ યાદ કરશે અને તેમની કમી પણ રહેશે. સુષ્માને અડવાણીએ મહિલા નેતાઓ માટે રોલ મોડલ તરીકે ગણાવ્યા હતા. અડવાણીએ કહ્યું હતું કે, તેમના આકસ્મિક અવસાનના સમાચાર ખુબ જ દુખદ છે. ભારતીય જનતા પાર્ટીમાં તેમના શરૂઆતી દિવસોના સમયથી જ તેમની સાથે કામ કર્યું હતું. ૧૯૮૦ના ગાળામાં જ્યારે તેઓ ભાજપમાં પ્રમુખ તરીકે હતા ત્યારે સુષ્મા સ્વરાજ યુવા કાર્યકર તરીકે કામ કરતા હતા. તેમની ટીમમાં સુષ્માને સામેલ કરવામાં આવી હતી. બદલાતા સમયની સાથે સાથે સુષ્મા સ્વરાજ પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા બન્યા હતા. મહિલા નેતાઓ માટે સુષ્મા સ્વરાજ રોલ મોડલ બન્યા હતા. સુષ્માના ભાષણની શૈલી પર તમામ લોકો પ્રભાવિત હતા. એક શાનદાર વક્તાની સાથે સાથે અનેક ઘટનાઓને અડવાણીએ યાદ કરી હતી. અડવાણીએ કહ્યું હતું કે, તેમના જીવનની સંવેદનશીલતા તમામની સમક્ષ છે. સંવેદનશીલ સ્વભાવના કારણે તેઓ જાણિતા હતા. એક પણ વર્ષ એવું ગયું નથી જ્યારે તેઓ તેમના જન્મદિવસ ઉપર તેમની પસંદગીની ચોકલેટ કેક લઇને પહોંચતા હતા. પૂર્વ નાયબ વડાપ્રધાને સુષ્મા સ્વરાજના પરિવાર માટે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, દેશે આજે એક મોટા નેતાને ગુમાવી દીધા છે. તેમના માટે આ ક્યારે પણ ન ફભરી શકાય તેવી જગ્યા છે. તેમની ભાવના સુષ્મા સ્વરાજ, તેમની પુત્રી બાસુરી અને પરિવાર સાથે છે.

Previous articleICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે શ્રીલંકાની ટીમ જાહેર
Next articleડાયાબિટીસથી સુષ્માને કિડની અને હાર્ટની બિમારી થઇ હતી