૧.૯૮ કરોડ રૂપિયાના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું

515

ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા પરપ્રાંતમાંથી ઘુસાડવામાં આવતાં વિદેશી દારૂના જથ્થા પકડવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે. ગાંધીનગર જિલ્લાના કલોલ ડીવીઝનના અડાલજ, માણસા, કલોલ સીટી, કલોલ તાલુકા અને સાંતેજ પોલીસ દ્વારા પકડવામાં આવેલા ૧.૯૮ કરોડના વિદેશી દારૂના જથ્થાને આજે કોબા સર્કલ પાસે નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. રાજયને અડીને આવેલી બોર્ડરો ઉપરથી વિદેશી દારૂ બેરોકટોક આવતો હોય છે ત્યારે જિલ્લાની પોલીસનો મોટાભાગનો સમય આ દારૂ પકડવામાં જ જતો હોય છે. ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા આવા દારૂના જથ્થાને પકડવા માટે દોડધામ કરવામાં આવતી હોય છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવતા આ દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતો હોય છે પરંતુ સમયાંતરે તેનો નિકાલ કરી દેવામાં આવે છે કેમકે વિદેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા રોકતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ ડીવીઝન પોલીસ દ્વારા પકડવામાં આવેલી વિદેશી દારૂની ૭૨૦૪૧ બોટલો ઉપર આજે કોબા સર્કલ પાસે બુલડોઝર ફેરવી દેવાયું હતું. સવારથી શરૂ થયેલી આ કામગીરીના પગલે સઘન પોલીસ બંદોબસ્તની સાથે ફાયર બ્રિગેડને પણ સાથે રાખવામાં આવી હતી. અડાલજ, કલોલ સીટી, કલોલ તાલુકા, સાંતેજ અને માણસા પોલીસ સ્ટેશન દ્વારા આ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જેની કિંમત ૧.૯૮ કરોડ જેટલી થવા જાય છે નોંધવું રહેશે ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવતાં દારૂના જથ્થાને અન્ય રાજયોમાં પરત વેચી દેવા માટે પણ વખતોવખત વિચારણા થઈ છે.

Previous articleસેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઘટી ૩૬,૬૯૧ની સપાટી ઉપર
Next articleલકઝરી બસમાં વિદેશી દારૂની ખેપ મારતો યુવાન ઝડપાયો