કલમ-૩૭૦ની જોગવાઈઓને રદ્દ કરવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી

555

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ની તમામ જોગવાઇઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. બન્ને સદનમાં પ્રસ્તાવ પારિત થયા બાદ રાષ્ટ્રપતિએ આ ઘોષણા કરી હતી.

સત્તાવાર રીતે જાહેર કરાયેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે,ભારતનાં બંધારણનાં અનુચ્છેદ ૩૭૦નાં ખંડ ૧ સાથે પઠિત અનુચ્છેદ ૩૭૦નાં ખંડ ૩ દ્વારા અપાયેલી તમામ શક્તિઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ સંસદની ભલામણ પર એ વાતની જાહેરાત કરે છે, કે તેઓ ૬, ઓગષ્ટ-૨૦૧૯નાં રોજ ઉપરોક્ત અનુચ્છેદનાં તમામ ખંડ હવેથી લાગુ નહિં થાય. સિવાય ખંડ ૧નાં.

ભાજપનાં નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સોમવારે જણાંવ્યું કે જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જે આપતી બંધારણની કલમ ૩૭૦ને નિરસ્ત કરવાની અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. તે જ દિવસે આ બિલ રાજ્યસભામાં પસાર થઇ ગયું હતું.

લોકસભાએ અનુચ્છેદ ૩૭૦ની મહત્તમ જોગવાઇઓને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ તોતિંગ બહુમતિ સાથે સ્વીકૃત કર્યો હતો.મહત્વનું છે કે ભાજપે ચૂંટણી દરમિયાન જે વાયદો કર્યો હતો તે મોદી સરકાર ૨.૦એ કાર્યભાર સંભાળ્યાનાં ૯૦ દિવસમાં જ પુરો કરી બતાવ્યો છે.

Previous articleભારત સાથે દ્ધિપક્ષીય વેપારને સસ્પેન્ડ કરવાનો પાકનો નિર્ણય
Next articleસુષ્મા સ્વરાજઃ રાજકીય કારકીર્દીની તસવીરી ઝલક