૩૭૦ને હટાવવાના સરકારના નિર્ણયને કોંગ્રસના ભરતસિંહ સોલંકીનું સમર્થન

560

ગુજરાત હાઈકોર્ટમાં અહમદ પટેલ મામલે કેસની સુનાવણી હતી, આ સમયે ભરત સિંહ સોલંકી ગુજરાત હાઈકોર્ટ ખાતે આવ્યા હતા, તે સમયે ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાતચીતમાં જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ રદ કરવામાં આવી તેને તેમમે યોગ્ય ગણાવી છે.૩૭૦ની કલમ મુદ્દે કોંગ્રેસના આ પહેલા નેતા નથી જેમણે મોદી સરકારને નિર્ણયને યોગ્ય ગણાવ્યો હોય આ સિવાય પણ કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયામાં ૩૭૦ની કલમ રદ્દ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવી ચુક્યા છે. કલમ ૩૭૦ દૂર કરવામાં આવી, તે મામલે કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે મતભેદો જોવા મળ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુંધી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી પણ કોંગ્રેસનાં નેતાઓએ મોદી સરકારનાં આ નિર્ણયને ટેકો આપ્યો છે.કોંગ્રેસનાં સિનિયર નેતા જનાર્દન દ્વિવેદીએ સોમવારે કહ્યું કે, આર્ટિકલ૩૭૦ એ એક ઐતિહાસિક ભૂલ હતી પણ નરેન્દ્ર મોદી સરકારે તે ભૂલને સુધારી. આ મુદ્દે ટેકો આપતા દ્વિવેદીએ કહ્યું કે, રાષ્ટ્ર માટે આ એક સંતોષકારક વાત કહેવાય કે, ઐતિહાસિક ભૂલને સુધારી. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આર્ટિકલ ૩૭૦ ઇચ્છતા નહોતા.

હું ડો. રામ મનોહર લોહિયા નીચે તૈયાર થયો છું. તેઓ આ આર્ટિકલનાં વિરોધમાં હતા. વ્યક્તિગત રીતે કહું તો, આર્ટિકલ ૩૭૦ને હટાવવાની એક રાષ્ટ્રીય સ્તેર સંતોષકારક કામ થયું છે,”

જોકે તેમણે કહ્યું, આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. આ નિર્ણય ઘણો મોડો લેવાયો છે પણ હું તેનું સ્વાગત કરું છું,”.દ્વિવેદીએ જણાવ્યું કે, રાજ્યસભાએ આ બિલ પાસ કર્યું છે અને લોકસભામાં પણ તે પાસ થઇ જશે.

Previous articleખેડૂતોને વાવણી માટે એક પાણ પાણી આપવા નિર્ણય
Next articleસુષ્માના નિધનથી ભાજપને અપૂર્ણ ક્ષતિ થઇ : વાઘાણી