રાજુલા તાલુકાા જુની બારપટોળી ગામે ખ્યાતનામ રાજુ બારોટ દ્વારા ભજનની દુનિયાના સમ્રાટ બટુક બાપુના પુત્ર શૈલેષ મહારાજ, ભરત બારોટ, અને રાજુ બારોટનો ભવ્ય સંતવાણી કાર્યક્રમ ભોજન અને ભજન સાથે યોજાયો.
રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે કચ્છ કાઠીયાવાડમાં ગુંજતુ નામ રાજુ બારોટના માતુશ્રી રમિલોબનની ૩૫મી પૂણ્યતિથી નીમીત્તે ભવ્યાતી ભવ્ય સંતવાણી કાર્યક્રમ ભોજન મહાપ્રસાદ અને ભજન સાથે યોજાયો જેમા સુપ્રસિધ્ધ ભજનીક બટુક મહારાજના પુત્ર શૈલેશ મહારાજ સાથે લોક સાહિત્યની માર્મીક વાતો લઈ ભરત બારોટ બાળ કલાકાર દર્શન બારોટ બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા તેમજ આ કાર્યક્રમના આયોજક દડુભાઈ બારોટના પુત્ર રાજુભાઈ બારોટ ભજન લોકગીત ઓરકેસ્ટ્રા જેવા કાર્યક્રમોમાં કચ્છ કાઠીયાવાડમાં આગવુ સ્થાન મેળવનાર રાજુ બારોટ અને તેના મયુર બારોટ સહિતે જમાવટ કરી હતી. આ કાર્યક્રમમાં પરંમહંસ સન્યાસ આશ્રમના મહંત ઉર્જા મૈયા સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.