સ્ત્રીને અબળા ના કહો….

1279

અલબત્ત ! શારીરિક દ્રષ્ટિએ કુદરતે સ્ત્રી ને કોમળ અને નાજુક બનાવી છે. પરંતુ અન્ય ઘણા એવા બળો પણ કુદરતે નારી જાતિને બક્ષ્યા છે કે તે ખરેખર ઘણી બાબતોમાં નર કરતા પણ સબળા (ેકે સબળી) પુરવાર થઈ શકે. બુધધિ કૌશલ્યમાં સ્ત્રી પુરૂષોની બરાબરી કરી શકે છે.ત ેવું નિષ્ણાંતોએ સાબિત કર્યુ છે. જો કે અમુક બાબતોમાં શારીરિક રીતે પણ સ્ત્રી વધુ મજબુત પુરવાર થઈ છે. બાળકના નવસર્જનનું શ્રેષ્ઠ, કપરૂ અને મહત્વનું કાર્ય કુદરતે સ્ત્રીને સોંપ્યું છે. આ ખુબ જ મહત્વના નવ મહિના પછી પણ સ્તનપાન અને બાળઉછેરની અતિ મૂલયવાન ફરજ સ્ત્રી જ સંભાળે છે. આ બન્ને કાર્યો પુરૂષો દ્વારા કરવાની કલ્પના પણ કેમ કરી શકાય ? વિશ્વબેંકના અહેવાલ પ્રમાણે વિકાસશીલ દેશોમાં મહિલાનું આયુષ્ય પુરૂષો કરતાં સરેરાશમાં પ થી ૭ વર્ષ વધુ  છે. અમેરિકા તથા અન્ય વિકસિત દેશોમાં પાછલી ઉંમરે સ્ત્રીઓનું આરોગ્ય પ્રમાણમાં વધુ સારૂ જણાયું છે. હૃદયરોગના હુમલા, હાઈ બીપી, કેન્સર વિગેરે પ્રાણઘાતક રોગો સામે નારી વધુ ટક્કર જીલે છે. અને તેને આ રોગો ઓછા પ્રમાણમાં થાય છે. તબીબી શાસ્ત્રીઓ દ્વારા સાબિત થયું છે કે જન્મ પછીના આઠ અઠવાડિયા સુધી છોકરીઓ છોકરા કરતાં વધુ મજબુત અને આરોગ્યવાન હોય છે. સ્ત્રીઓમાં કુદરતી રીતે થતાં ગર્ભઘાતમાં મોટાભાગના ભૃણ (ગર્ભ) છોકરાના હોય છે. આમ ગર્ભમાં પણ નારી જાતી સબળા હોય છે. નાનપણથી જ બાળકોની થતી ઉપેક્ષાને કારણે બાળકીઓમાં (ખાસ કરીને ગરીબ દેશોમાં) રોગો અને મૃત્યુ દર વધુ છે. જે શરમજનક બાબત છે. ઓછું પોષણ, ઓછી સંભાળ વગેરે. છતા પ્રતિકુળ સંજોગો સામે લડવાની શક્તિ બાળકોમાં તથા પુખ્ત વયની સ્ત્રીઓમાં વધુ હોવાની સાબિતી નિષ્ણાંતોએ આપી છે. બાળક કી વહેલી ચાલતા,ં બોલતાં અને ગ્રહણ કરતાં શીખે છે. સંયોજનશક્તિ સહનશીલતા તથા હળીમળીને રહેવાની શક્તિ સ્ત્રીઓમાં વધુ હોય છે. અંતઃ સ્ત્રીઓના ફેરફાર (પ્યુબર્ટી) છોકરીમાં ૧૧ થી ૧૩ વર્ષે આવે છે. જયારે છોકરામાં ૪-પ વર્ષ આ ફેરફારો મોડા થાય છે. આમ છોકરી નાની ઉંમરે પરિપકવ થાય છે. ઈસ્ટ્રોજન નામનો સ્ત્રાવ સ્ત્રીઓમાં હોવાને કારણે તેઓમાં શાંતિપ્રિયતા, સહનશક્તિ, નમ્રતાની સાથે રૂધિરાભિસરણ (હૃદયરોગ બી.પી. વગેરે)ના રોગો સામે લડવાની શક્તિ વિશેષ હોય છે. જયારે પુરૂષોમાં રહેલો ટેસ્ટો સ્ટીરોને સ્ત્રાવ તેને ગુસ્સાવાળો અને ઉત્તેજીન બનાવે છે. સ્ત્રીઓના હાડકામાં હલકાપણું અને સ્થિતિસ્થાપકતા વધુ હોય છે. ફેફસા વધુ મજબુત હોવાથી સ્ત્રીઓની ઓકિસજન ગ્રહણ શક્તિ વધુ હોવાથી લાંબા સમય સુધી વિના થાકે કાર્ય કરે છે. પરંતુ અફસોસ એ વાતનો કે સ્ત્રીઓને ઓછું પોષણ (વિકાસશીલ દેશોમાં) મળવાથી, લોહતત્વ, કેલ્શીયમ વગેરેની ખામીથી જલ્દી થાકી જાય છે.  અવા અન્ય પુરૂષ  સર્જીત કે પુરૂષપ્રધાન સમાજસર્જીત કારણોને લીધે સ્ત્રીઓ અનેક બિમારીઓનો ભોગ બને છે. આમ, સ્ત્રીઓને અબળા બનાવનાર કુદરત નથી પરંતુ આપણો પુરૂષપ્રધાન સમાજ છે. વિકસિત દેશોમાં સ્ત્રીઓને પુરતુ પોષણ મળવાથી તેઓ વધુ સશક્ત અને જાગૃત જોવા મળે છે. આપણા દેશમાં સ્ત્રીઓ સરેરાશ પુરૂષો કરતા દોઢ ગણા કલાકો કામ કરે છે. ગામડામાં તો તેથી વધુ કલાકો….. રવિવારે પણ રજા નથી મળતી ! બિમારીમાં પણ સ્ત્રીઓ કામ કરતી હોય છે. આપણે કયાં મોઢે જયાં સ્ત્રીઓ પુજાય છે. ત્યાં દેવોનો વાસ હોય છે.નું ગાણું ગાઈ શકીએ..??? મહિલા વર્ષ ઉજવાઈ રહ્યું છે. ત્યારે સ્ત્રીઓને અબળા ગુણવાનું બંધ કરીને કુદરતે તેને આપેલા સબળાપણાની સ્વીકૃતિ કરવી જ રહી.

 

આરોગ્યનું અલપ-ઝલપ

શું કેળા ખાવાથી શરદી થાય ? :- આવી ઘણી ખોટી ઘર કરી ગયેલી  માન્યતાઓ હજુ પણ ઘણાં ઘરોમાં જોવા મળે છે. શરદી તો વાયરસ (પ્રજીવાણુ)થી થાય છે. અપવાદરૂપ કેળાની કોઈને એલર્જી હોય અને કેળા માફક ન આવતા હોય કે સદતા ન હોય અને તેથી એલર્જીની શરદી થાય તે વાત જુદી છે. બાકી કેળામાં તો ભરપુર માત્રામાં પ્રજીવકો (વિટામિન્સ) તથા ખનીજો (મીનરલ્સ) અને શર્કરા હોય છે. વાયરસ સેંકડો પ્રકારના હોય છે અને જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને શરદીના દર્દીબનાવે છે. વાસ્તવિકતા તો એ છે કે કેળામાં રહેલા વિટામિન્સને કારણે રોગપ્રતિકારક શક્તિ વધવાથી શરદી થવાની શક્યતાઓ ઉલ્ટાની ઘટે છે. ખરેખર…!!

ચુસ્ત વેજીટેરીયનની ચુસ્ત (સજજડ) વ્યાખ્યા :- એ વ્યક્તિ જે માત્ર વનસ્પતિમાંથી મળતો ખોરાક જેમ કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, વગેરે જ આરોગે.. જો વ્યક્તિ દુધ પીવે કે તેની બનાવટો આરોગે તો તે ચુસ્ત વ્યાખ્યા મુજબ શાકાહારી ન ગણાય. પરંતુ તે વ્યક્તિને લેકટોવેજીટેરીયન કહેવાય. જો વ્યક્તિ દુધ પીવે કે તેની બનાવટો સાથે ઈંડા પણ ખાય (કોઈપણ પક્ષીના …. માત્ર મુઘરીના જ નહીં) તો તેને એગોલેકટોવેજીટેરીયન કહેવાય. વિદેશોની ફલાઈટમાં ઘણીવાર ફકત વેજીટેરીયન કહી દઈએ તો બાફેલા શાક, દાળ, કઠોળ વગેરે જ મળે. દુધ કે દુધની બનાવટો પણ મળે, એવું પણ બની શકે…!!

મોસંબી અને આરોગ્ય :- આપણે ત્યાં મોટાભાગે કોઈ માંદુ પડે ત્યારે મોસંબી ખાવાની સલાહ આપવામાં આવે છે. હક્કિતમાં તો જયારે આ ફળની સિઝન હોય ત્યારે રોજ એક મોસંબીની પેશીઓ ચાવી ચાવીને ખાવી જોઈએ. મોસંબીનો જયુસ પીવાથી ઓછો લાભ થાય છે. અંગ્રેજીમાં સ્વીટ લેમક તરીકે ઓળખાતી મોસંબીમાં લેમન (લીંબુ)ના ઘણાં ગુણો છે. દા.ત. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. મોસંબીમાં સરેરાશ ૮૦ થી ૮૮ ટકા પાણી, ૮ થી ૧ર ટકા ફ્રુકટોઝ નામની શર્કરા, વિટામિન એ.બી. સી. તથા ખનીજો જેવા કે કૈલ્શીયમ, લોહ, ફોરસ્ફરસ વગેરે હોય છે. આમ મોસંબીમાં કુદરતી કાર્બોહાઈડ્રટસ હોવાથી લોહીમાં જલ્દ ભળી તુરંત શક્તિ આપે છે. મંદ થયેલ પાચનતંત્ર પ્રજીવ બી કોમ્પલેક્ષની કારણે સુધરે છે. તેમાનું કૈલ્શીયમ દાંત, વાળ, હાડકા તથા નખને મજુબત બનાવે છે. સૌથ્‌ અગત્યનું તેમાં રહેલ વિટામિન સી છે. વિટામીન સી તથા વિટામિન એ બંને સાથે મળી (ેઅન્ટીઓકસીડેન્ટ) તરીકે ભાગ ભજવી રોગ સામે લડવાની શક્તિ વધારે છે. જેથી રોગના જીવાણુઓ રોગ પેદા નથી કરી શકતા. ગરીબો માટે મોસંબીનું સેવન મોંઘુ પડે છે. પરંતુ બીડી, તમાકુ, ચા, વગેરેની કિંમત  સાથે આવા ફળોનું મુલ્ય સરખાવી જો જો ! ફળ સસ્તુ પડશે અને અણમલ એવું આરોગ્ય મળશે. અને વ્યસનથી થતા ભયાનક રોગોથી બચી શકાશે. તે નફામાં.

Previous articleદ. ગુજરાતમાં ભારે વરસાદ ચેતવણી
Next articleગુરૂવારે ૧પ ઓગષ્ટના દિવસે રક્ષાબંધન બળેવ અને સ્વતંત્ર દિવસની ઉજવણી