નાગેશ્રી ગામમાં નદીમાં બનાવેલા પાળા દુર કરવા કનુભાઈ વરૂ દ્વારા માંગણી

612

નાગેશ્રી વિસ્તારમાંથી ફોરવે નેશનલ હાઈવે નિકળે છે તેમાં રોડનું કામ હાલ ચાલુ છે. તે કોન્ટ્‌્રાકટરો દ્વારા નદીમાં માટી નાખીને પાળા બનાવેલા છે. તે પાળા જો કાઢવામાં નઈ આવે તો નદીનું પાણી ગામમાં ધુસી જતા વાર નહીં લાગે અને નદીમાં કોન્ટ્રાકટરોએ બ્રિજ બનાવવા માટે જે મોટા-મોટા બિમ બનાવેલા છે. તે સાઈડમાં મુકવામાં નહીં આવે તો ગામમાં પાણી ધુસી જશે અને જાનહાની થતા વાર નહીં લાગે તા. ર૪-૬-ર૦૧૯ના રોજ આ કોન્ટ્રાકટરોના પાપે એક બાળકનો જીવ ગયેલ છે. તા. રપ-૬-ર૦૧૯ના રોજ એક ગૌમાતા ખાડામાં ફસાઈ જતા હિરાજી મશીન દ્વારા કાઢવામાં આવેલ હોય તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી મામલતદાર સમક્ષ કનુભાઈ વરૂ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગર આંગણવાડીમાં સુપોષણ કાર્યક્રમ