પર્યાવરણ અભ્યાસ અંતર્ગત ’ બીજની વિકાસ યાત્રા ’ પાઠનું પ્રત્યક્ષ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવ્યું. જેમાં વિવિધ ૨૫૭ (બસ્સો સતાવન) પ્રકારની વનસ્પતિના બીજનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. જેમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ફળ, ફુલ, શાકભાજી, ઔષધ, વિવિધ વેલાઓ, જંગલી વૃક્ષો, વિવિધ ઘાસ તેમજ કેટલાય અલભ્ય પ્રકારના બીજ વગેરે પ્રકારના બીજ હતા .
જેમાં એકદળી બીજ- દ્વિદળી બીજ , કઠણ – નરમ , ગોળ-લંબગોળ-ચપટા , લીસા-ખરબચડા , ખાંચા વગરનાં – ખાંચાવાળા, ખૂબ હલકાં – ભારે, ટપકાંવાળા , ઘીસીવાળા , વિવિધ રંગના, ખૂબ નાનાં , મોટાં , વિવિધ પ્રકારના સ્વાદ વાળા, વિવિધ પ્રકારની ગંધ વાળા, વિવિધ રીતે ઉપયોગી વગેરે પ્રકારે અવલોકન અને નિરીક્ષણ કરી તેમનું વિવિધ પ્રકાર મુજબ વર્ગીકરણ કર્યું. એકદળી-દ્વિદળી મુજબ બીજને તોડીને અભ્યાસ કર્યો. ત્યારબાદ બીજને ઊગવા માટે જરૂરી પરિબળો હવા , પાણી અને સૂર્ય પ્રકાશ જરૂરી છે. તે પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા અવલોકન કર્યું. તેમજ વિવિધ બીજને વાવવામાં આવ્યા. ત્યારબાદ ક્યાં ક્યાં બીજ કેટલા કેટલા દિવસે ઊગે તેનું રોજેરોજ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી નોંધ કરી. તારણ કાઢ્યું. તેમજ બીજને ઊગવાની આખી ઘટના વિડીયો દ્વારા નિહાળી. આ બધાં બીજનું કલેક્શન (સંગ્રહ કરનાર) શાળાના શિક્ષક વિનોદભાઇ મકવાણા અને મદદ કરનાર ભરતભાઈ ડાભી એ માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્ય હર્ષાબેન પંડ્યા તથા એસ.એમ.સી. અધ્યક્ષ ભલાભાઈ મકવાણા હાજર રહી પ્રવૃત્તિને બિરદાવી તથા પ્રોત્સાહન પૂરું પાડેલ.