ટાઢાવડ ગામેથી પદયાત્રી સંઘનું દ્વારકા સુધી પ્રસ્થાન

924
bvn2322018-1.jpg

કુંઢેલી નજીકના ટાઢાવડ ગામથી તિર્થધામ દ્વારકા સુધી પદયાત્રાનો ૬પ પદયાત્રીઓએ આજે પ્રારંભ કર્યો હતો.
 તળાજા તાલુકાના ટાઢાવડ ગામ ખાતેથી વજાભાઈ રામસંગભાઈ ભગત દ્વારા સતત ૧૯માં વર્ષે આ પદયાત્રાનું આયોજન થયું છે. 
પદયાત્રી બહેનો-ભાઈઓએ કુંઢેલી ગામના પ્રસિદ્ધ ઠાકર દુવાર ખાતે દેવાયત પંડિત દ્વારા સ્થાપિત પંચમુખી જયોતના દર્શન કરી દ્વારકાની પદયાત્રનો પ્રારંભ કર્યો હતો. પગપાળા ચાલતાં જવાની આ યાત્રામાં આજુબાજુના ગામના ભાવિકો પણ જોડાયા છે.
 સતત ૧પ દિવસચ ાલતાં રહેવાની આ પદયાત્રા દરમિયાન માર્ગમાં સૌ પૈદલ યાત્રીઓ ભજન-સત્સંગ કરતા જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન કરી ધન્ય થશે. પ્રતિ વર્ષ વજાભાઈ ભગતની આગેવાની હેઠળ છેલ્લા ઓગણીશ વર્ષથી દ્વારકા સુધીની પદયાત્રાનું ભાવભેર આયોજન થાય છે. ભગત દ્વારા ગત વર્ષે પવિત્ર એવી નર્મદા પરિક્રમા યાત્રા પણ સફળતા પૂર્વક યોજાઈ હતી.

Previous articleકોટડી ગામે આંઠ સિંહોનાં ટોળાએ ૯ ગાયોનું ભરબજારમાં મારણ કર્યુ
Next articleઅરવિંદભારતીબાપુ, મોરારિબાપુ સાથે રામકથાનું રસપાન કરવા આફ્રિકા જશે