ગુજરાતના બે પનોતા પુત્ર કે જેણે ન ભુતો ન ભવિષ્ય તેવો ઈતિહાસ સર્જનાર અને હિન્દુસ્તાનમાં કોંગ્રેસની દેન ૩૭૦ અને ૩પ-એ કલમથી આજ સુધી અંગ્રેજોની ભાગલા કરો અને રાજ કરોની નીતિ રાખી ભારત દેશને ખોખલી કરતી આવી અને દેશના ટુકડા કરતી આવી કોંગ્રેસને પ૬ની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહને ખરા અર્થમાં ભારત રત્નના અધિકારીઓ હોય ને બન્ને રાષ્ટ્રપ્રેમી મહાનુભાવોને ભારતરત્નથી સન્માનિત કરવા રાજુલા ખાતે ભાજપ પરિવારની એક અગત્યની બેઠક પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સલંકીના અધ્યક્ષ સ્થાને મળી જેમાં માર્કેટ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ ટીંબી યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, ભાજપ અગ્રણી પુનાભાઈ ભીલ, રાણાભાઈ સરપંચ લોઠપુર જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ સ્થાનેથી સમરણભાઈ બારૈયા, શિવાભાઈ શિયાળ તાલુકા સદસ્ય કનુભાઈ વરૂ નાગેશ્રી તેમજ રાજુલ ા આગેવાનો રવુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી જીલુભાઈ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, રાજુલા વેપારી એસોસિએશન પ્રમુખ બકુલભાઈ વોરા ડો. હિતેશભાઈ હડીયા, ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ સહિત બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઠરાવ કરી રજુઆતમાં કહેલ કે નરેન્દ્રભાઈ મોદી આજથીર ૦ વર્ષ પહેલા કહેલ કે અમો સત્તા પર આવીશું તો ૩૭૦ અને ૩પ -એ હટાવીશું જેનો આજે આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે. એ બાબતે નરેન્દ્ર મોદી અને આજન યુગના ચાણકય અમીતભાઈ શાહને ભારતરતનથી સન્માનિત કરવા તેવી રજુઆત ગાંધીનગરથી દિલ્હી સુધી મોકલવા ચક્રો ગતિમાન થયા છે.