તુલસી જન્મોત્સવ પ્રસંગે મહુવામાં આજે વિદ્વાન કથા ગાયકોને વાલ્મીકી, વ્યાસ અને તુલસી પદક અર્પણ કરતા મોરારિબાપુએ કહ્યું કે તુલસીની ચોપાઈના રહેલ સત્ય વચન, નિર્મળ મન અને કપટ રહિત એ જ સત્ય, પ્રેમ અને કરૂણા છે.
મહુવા-કૈલાસ ગુરૂકુળમાં જગદગુરૂ આદિશંકરાચાર્ય સંવાદ ગૃહમાં શનિવાર ા. ૩ થી પ્રારંભાયેલ તુલસી સાહિતય વિચાર સંગોષ્ઠીઓમાં મંગળવાર તા. ૬ દરમિયાન પસંદ કરાયેલા વિદ્વાન કથાકારોએ તુલસી રામચરિત માનસ આસપાસ સુંદર ઉદ્દબોધનો આપ્યા.
મોરારિબાપુના હસ્તે આજે વિદ્વાન કથા ગાયકોને વિવિધ સન્માન પદકો અર્પણ કરાયા જેમાં વાલ્મીકી પદક જગદગુરૂ રામાનુજાચાર્ય સ્વામી વાસુદેવા ચાર્યજી મહારાજને, વ્યાસ પદક સ્વામી ગોવિન્દગિરિજી મહારાજને અને તુલસી પદકોમાં મહામંડલેશ્વર કનકેશવરી દેવીજી સ્વામી મૈથિલી શરણજી તથા પંડિત શિવાકાન્તજી મિત્ર સરસનો સમાવેશ થાય છે.
તુલસી જન્મોત્સવ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે તુલસીની ચોપાઈમાં રહેલ સત્ય વચન,નિર્મળ મન અને કપટ રહિત એ જ સત્ય, પ્રેમ અને કરૂણા છે. તેઓએ સુંદર શીખ આપતા કહ્યું કે કોઈપણ કથા ગાયક પોતાની જાતને નાનો ન સમજે. શંકર માટે કામ એ શત્રુ ન હતો, કામ માટે શંકર શત્રુ હતા આ વાત કરી મોરારિબાપુએ કહ્યું કે શિવભક્તને કોઈમાં પણ શત્રુભાવ દેખાય તે શોભાયમાન નથી.
અયોધ્યાની માનસ ગણિકા કથા સંદર્ભે થયેલી ટીકા ટીપ્પણીનો ખેદ વ્યકત કરતા મોરારિબાપુએ જવાબ આપ્યો કે ભગવાન રામ ગણિકાનો ઉધ્ધાર કરી શકે તો મને કથા કરવામાં કોઈ વાંધો નથી. તેઓએ આ ગુરૂકુળને કથાકુળ ગણાતી, સૌને આવતા રહેવા કહ્યું.
હરિચંન્દ્રભાઈ જોષીના સંચાલત તમે આ કાર્યક્રમ પ્રારંભે પાર્થવભાઈ હરિયાણી, હરિદાસશાસ્ત્રી અને સંગીતવૃંદ દ્વારા વિનય પત્રિકા ગાન રજુ થયા હતાં. કૈલાસ ગુરૂકુળની સંયોજક જયદેવભાઈ માંકડ સાથે કાર્યકર્તા અને વિદ્યાર્થીઓએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.