બોલિવુડમાં અનન્યાની હવે ચર્ચા

537

આગ હી આગ, તેજાબ અને પાપ કી દુનિયા સહિતની અનેક ફિલ્મોમાં વિતેલા વર્ષોમાં કામ કરી ચુકેલા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેની ચર્ચા હવે બોલિવુડમાં જોવા મળી રહી છે. કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર-૨ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ તેની પાસે પણ કેટલીક નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. હાલમાં તે કાર્તિક આર્યનની સાથે પતિ પત્નિ ઔર વો નામની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ ટુંક સમયમાં જ રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મોની ઓફર આવી ચુકી છે. જેના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જો કે તે બોલિવુડમાં  સતત સક્રિય રહેવા માટે તૈયાર છે. બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાને લઇને પણ તે પરેશાન નથી.  તે કાર્તિક આર્યનની સાથે પતિ પત્નિ ઔર વોમાં પણ નજરે પડનાર છે.  ચંકી પાન્ડેની પુત્રી અનન્યાને કેટલીક અન્ય ફિલ્મ પણ હાથ લાગી રહી છે. થોડાક સમય પહેલા એવા હેવાલ પણ આવ્યા હતા કે સલમાન ખાન દ્વારા ચન્કી પાન્ડેની પુત્રીને એક ફિલ્મમાં લેવામાં આવનાર છે. પોતાના ગ્રેજુએશનને પૂર્ણ કરવામાં આવ્યા બાદ તે હવે એક્ટિંગના ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છે. ડાન્સિંગ ક્લાસ પણ કરી રહી છે. બોલિવુડના સેલિબ્રીટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા હેઠળ તે તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ રહી હતી.  અનન્યાને લઇને કેટલાક પર્સનલ હેવાલ પણ આવી ચુક્યા છે. કાર્તિક સાથે તેના પ્રેમ સંબંધોની ચર્ચા પણ થોડાક દિવસ પહેલા જોવા મળી હતી. સાથે સાથે સારા અલી ખાન સાથે તેની મિત્રતાની પણ બોલિવુડમાં હમેંશા ચર્ચા રહી છે. ચંકી પાન્ડે પોતે તેની કેરિયરને લઇને તમામ બાબતો પર ધ્યાન આપી રહ્યો છે.

Previous articleસેક્સી ઇશા હેરાફેરી-૩ અને આંખે-૨ ફિલ્મમાં નજરે પડશે
Next articleદક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ટી-૨૦ ફોર્મેટમાં સાત વિકેટ લેનાર પ્રથમ બોલર