દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ટી-૨૦ ફોર્મેટમાં સાત વિકેટ લેનાર પ્રથમ બોલર

474

ક્રિકેટની રમતમાં સતત રેકોર્ડ તૂટતા હોય છે અને નવા રેકોર્ડ બનતા હોય છે. પરંતુ તાજેતરમાં ક્રિકેટના ટી-૨૦ ફોર્મેટમાં એક એવો રેકોર્ડ બન્યો છે. જેને સૌ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. જી હાં, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર આ સિદ્ધિ મેળવી છે. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર કોલિન એકરમેન ટી-૨૦ ક્રિકેટ ફોર્મેટમાં સાત વિકેટ લેનાર પહેલો બોલર બન્યો છે. એકરમેને આ કીર્તિમાન બુધવારે બર્મિઘમ બીયર્સ સામે રમાયેલ ટી૨૦ બ્લાસ્ટ મેચમાં લીસેસ્ટરશાયર તરફથી રમતા સર્જ્યો છે. એકરમેને માત્ર ૧૮ રન આપીને ૭ વિકેટ ઝડપ્યા હતા. તેની ટીમ ૫૫ રનથી આ મેચ જીતી. એકરમેને ૭માંથી છ વિકેટ માત્ર બે ઓવરની અંદર લીધા હતા. ૧૯૦ રનોના લક્ષ્યનો પીછો કરતા બર્મિઘમની ટીમે તેની ૮ વિકેટ માત્ર ૨૦ રનની અંદર ગુમાવ્યા હતા. બર્મિઘમની ટીમ ૧૭.૩ ઓવરમાં ૧૩૪ રને ઢેર થઈ હતી. મેચ બાદ ૨૮ વર્ષના એકરમેને કહ્યું કે,‘મે ક્યારે આવો રેકોર્ડ બનાવવા વિશે વિચાર્યું પણ નહોતું. હું એક બેટિંગ ઓલરાઉન્ડર છું.’ ઓફ સ્પિન કરનાર એકરમેને મલેશિયાના બોલર અરુલ સુપિયાહનો રેકોર્ડ તોડ્યો છે. સુપિયાહએ ૨૦૧૧માં સમરસેટથી રમતા ગ્લોમોર્ગન સામે પાંચ રન આપીને ૬ વિકેટ લીધા હતા.

Previous articleબોલિવુડમાં અનન્યાની હવે ચર્ચા
Next articleવિંડીઝમાં ૧૩ વર્ષ અને ૮ સીરીઝથી અજય છે ભારત, આ વખતે બની શકે છે નવો રેકોર્ડ