૩ દિવસમાં મેલેરિયાના ૧૨૦, ડેન્ગ્યુના ૧૦ કેસ, ૪૫ સોસાયટીમાં તપાસ કરતાં મચ્છરના બ્રીડિંગ મળ્યા

481

છેલ્લા સપ્તાહમાં શહેરમાં પડેલા અઢી ઈંચ વરસાદ પછી મેલેરિયાના ૧૨૦ અને ડેન્ગયુના દસ કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગે શહેરની ૪૫ સોસાયટીઓમાં મચ્છરોના બ્રીડિંગની તપાસ હાથ ધરી હતી. દરેક સોસાયટીમાં બ્રીડિંગ મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. જ્યારે ગોતાની શુકન ગ્લોરીને સૌથી વધુ રૂા.બે હજાર અને અન્ય પાંચ સોસાયટીઓને ૫૦૦નો દંડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જોધપુર ટેકરા ખાતે આવેલી નારાયણ ગુરુ સ્કૂલમાં પણ બ્રીડિંગ મળતા એડમિન ઓફિસ સીલ કરવામાં આવી છે જયારે અન્ય છ પણ કન્સ્ટ્રકશન સાઈટો પણ સીલ કરવામાં આવી છે.

સામાન્ય રીતે, મચ્છરજન્ય રોગચાળાની સિઝન સપ્ટેમ્બરમાં શરૂ થાય છે પણ આ વખતે એક મહિનો પહેલા આ રોગના કેસમાં દોઢ ગણો વધારો થયો છે. મેલેરિયા અને ડેન્ગ્યુના સૌથી વધુ કેસ પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે.

Previous articleઆરોગ્ય વિભાગનો આદેશ : પાણી પૂરીવાળાને એપ્રન-કેપ અને હાથમાં ગ્લોવ્ઝ પહેરવાં પડશે
Next articleચાંદલોડિયામાં જાહેરમાં યુવતી પર છરીથી હુમલો