અમદાવાદના ચાંદલોડીયામાં પ્રકાશનગર પાસે સાંજના સમયે જાહેરમાં યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવકે રસ્તામાં જતી યુવતીને રોકી ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ હિંમત દાખવી યુવકને ઝડપી લીધો હતો. જ્યારે યુવતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. લોકોએ પોલીસને જાણ કરતા સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હુલમાખોર યુવકની અટકાયત કરવામાં આવી છે.