જૂની વી.એસ હોસ્પિટલમાં આવેલા ભોંયરામાં મોડી રાતે આગ લાગી હતી. આગના પગલે ૧૦થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગમાં ભોંયરામાં રહેલો સામાન બળી ગયો હતો.
બુધવારે મોડી રાતે ૧૨.૪૫ વાગ્યે વીએસ હોસ્પિટલમાં ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો જેને લઈ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પોહચી હતી. ભોંયરામાં મુકેલી દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદામાલ બળીને ખાખ થઈ ગયો હતો. જો કે કેટલુ નુકસાન થયુ એ જાણવા મળ્યું નથી.