એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં ઈમિગ્રેશન માટે ઈ–ગેટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેથી અમદાવાદથી વિદેશ જતા પ્રવાસીઓને મોટી રાહત મળી છે. આ પહેલા ઈમિગ્રેશન માટે મુસાફરોની લાંબી લાઈનો લાગતી હતી. પરંતુ ડિપાર્ચર એરિયામાં ઈ–ગેટ સિસ્ટમ લગાડવાથી મુસાફરો કલાકો સુધી લાઈનમાં ઉભુ નહીં રહેવું પડે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલના ડિપાર્ચર એરિયામાં ઇમિગ્રેશનની સિસ્ટમ સાથે કોમ્પ્યટરાઇઝ્ડ ઈ–ગેટ સિસ્ટમ મુકવામાં આવી છે. પાસપોર્ટ અને વિઝા સ્કેન કરીને પેસેન્જરે –ઇ–ગે.ટમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન કોમ્પ્યૂટરમાં પેસેન્જરનો ડેટા મેચ નહીં થાય તો ઈ–ગેટમાંથી નીકળી શકશે નહીં. આ સિસ્ટમ ૧.૨૫ કરોડમા ખર્ચે મુકવામાં આવી છે, જે ટૂંક સમયમાં એરાઈવલ એરિયામાં પણ મુકાશે.
હાલ પેસેન્જર બેગેજની સાથે હેન્ડ બેગ લઈને એરલાઈન્સના કાઉન્ટર ઉપર જાય ત્યારે બેગેજનું વજન કરાવીને ચેકિંગ બેગેજ તરીકે બેગેજ આપે છે. હેન્ડ બેગ પોતાની પાસે રાખે છે. ર્બોર્ડિગ પાસ મળ્યા બાદ પેસેન્જર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા રહે છે. છેલ્લા બે વર્ષથી કોઇ ઇમિગ્રેશનના ફોર્મ ભરવાની સિસ્ટમ નાબૂદ કરી દેવામાં આવી છે.
આ જૂની સિસ્ટમમાં માત્ર એટલો સુધારો કરાયો છે કે, ઇમિગ્રેશનની કોમ્પ્યૂટરાઇઝ સિસ્ટમ ઇ–ગેટ સાથે કનેક્ટેડ કરાઈ છે. જો ઇમિગ્રેશન વિભાગની કોઈ ભૂલ સ્કેનિંગમાં કે પેસેન્જરનો ફોટો પાડવામાં થઈ હશે તો પેસેન્જર ઇ–ગેટમાંથી પસાર થઈ શકશે નહિ. ઈ–ગેટની કોમ્પ્યુટરાઇઝ્ડ સ્કીનમાં એરર આવે તો પેસેન્જરે પાછા ઇમિગ્રેશન કાઉન્ટર પર જવાનું રહેશે.