શહેરની શૈક્ષણિક સંસ્થાની આસપાસ વિદ્યાર્થીઓને વ્યસન-નશાખોરીના રવાડે ચઢાવતા તત્વો સામે પગલાં લેવા પોલીસને આદેશ કરાયો હતો. જેને પગલે ઈન્ફોસિટી પોલીસના નવા આવેલા પીઆઈ એસ. જે. રાજપૂતની કડક સુચનાથી પોલીસે ઈન્ફોસિટી રોડ અને પીડીપીયુ રોડ પર શૈક્ષણિક સંસ્થાની આસપાસ રહેલાં પાનના ગલ્લા અને ગેરકાયેદસર દબાણ કરીને ઉભેલા લારી ધારકો, ફેરિયાઓ પર તવાઈ બોલાવી હતી.
ઈન્ફોસિટી પોલીસે ઘ-૦થી આગળ જતા રિલાયન્સ ચોકડી અને પીડીપીયુ રોડ પર આવેલા ૧૦૦થી વધુ પાનના ગલ્લા, લારીઓ અને ફેરિયાઓને હટાવ્યા હતા. એટલું જ નહીં લાયસન્સ વગર ધમધમતી એક હોટેલને પણ પોલીસે બંધ કરાવી હતી. લ્લેખનિય છે કે, ઈન્ફોસિટી રોડ અને પીડીપીયુ રોડ પર આ પ્રકારના પાનના ગલ્લાઓ અને હોટેલો મોડીરાત સુધી ધમધમતી રહેતી હતી, જેમાં બેસી રહેતાં લુખ્ખા તત્વો ઠઠ્ઠામશ્કરીથી લઈને નશાખોરીની પ્રવૃતિઓ કરતાં હોય છે.