આ મહિનાના અંત સુધી એર ટ્રાવેલ કરનારા યાત્રીઓને સિક્યોરિટી ચેક માટે એરપોર્ટ વહેલા પહોંચવાની સૂચના આપી દેવાઈ છે. દેશના તમામ એરપોર્ટ પર સિક્યોરિટી વધારી દેવાઈ છે અને ટર્મિનલ્સમાં યાત્રીઓ તથા વાહનોનું કડક ચેકિંગ થઈ રહ્યું છે. આટલું જ નહિ, શરૂઆતના ચેકિંગ પછી વિમાનમાં ચઢતા પહેલા પણ વધુ એકવાર યાત્રીઓનું સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (ૈંય્ૈંછ)એ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના યાત્રીઓને કમસેકમ ત્રણથી ચાર કલાક વહેલા એરપોર્ટ પર પહોંચવા જણાવ્યું છે. બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યોરિટીએ ૧૦થી ૩૦ ઓગસ્ટ સુધી મુલાકાતીઓની એન્ટ્રી અને વિઝિટર એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે.જમ્મુ અને કાશ્મીરને લઈને જે ડેવલપમેન્ટ થયું છે તે જોતા એરપોર્ટ આતંકવાદી હુમલાનો સોફ્ટ ટાર્ગેટ બની શકે એવી સિક્યોરિટી એજન્સીને આશંકા છે. જૈશ એે મુહમ્મદના આતંકવાદીઓ પુલવામા જેવા મોટા આતંકવાદી હુમલાનું ષડ્યંત્ર ઘડી રહ્યા હોવાની માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને આપતાં સાત રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.ગુપ્તચર ખાતાના અહેવાલમાં જણાવાયું હતું કે જૈશના આતંકવાદીઓ ભારતીય લશ્કર, લશ્કરી મથકો, પોલીસ અને સિક્યોરિટી દળો પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.
અત્રે એ યાદ રહે કે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ થયા બાદ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે હવે પુલવામા જેવા હુમલા વધુ થશે.
દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોને સાવધ કરાયાં હતાં કે તમામ રેલવે સ્ટેશનો, એરપોટ્ર્સ અને મહત્વનાં સ્થળોએ ખાસ બંદોબસ્ત કરવો. ૧૫મી ઑગષ્ટ નજીક છે ત્યારે આવા હુમલાની શક્યતા વધી જાય છે એ હકીકત પણ રાજ્યોને જણાવવામાં આવી હતી.