અરબીસમુદ્રના ટાપુ શિયાળબેટ ગામે પ્રાત અધિકારી ભાર્ગવ ડાંગરની અધયક્ષતામાં વિવિધ સહાય યોજના કેમ્પ યોજાયો સરપંચ હમીરભાઈ શિયાળ, ઉપસરપંચ રૂપસંગભાઈ સહિત ગ્રામજનો માટે પ્રશંસા કરાઈ. તા. ૭-૮-ર૦૧૯ના રોજ પ્રાંત અધિકારી ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં શિયાળબેટ ખાતે સમાજ સુરક્ષા લગત વિવિધ સહાય યોજના માટે ખાસ કેમપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ યોજના જેવી કે વિધવા સહાય, વૃદ્ધ સહાય, સંકટ મોચન યોજના, ઈન્દ્રિરા ગાંધી વૃદ્ધ સહાય વિગેરેને લગતી ૧૦૪ જેટલી અરજીઓનો નિકાલ કરી લાભાર્થીઓને સ્થળ પર જ હુકમો આપવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા વીકાસ અધિકારીક ચેરી સ્ટાફ, બાબરકોટ હેલ્થ સ્ટાફ, આઈ આરડી સ્ટાફ, તલાટી મંત્રી, આ તમામે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં પ્રાંત અધિકારી ડાંગર, મામલતદાર ચાવડા, શિયાળબેટ સરપંચ હમીરભાઈ, તાલુકા પંચાયત સભ્ય શિવાભાઈ, ગ્રામ પંચાયત સભ્યો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પટેલ, નાયબ મામલતદાર ગોહિલભાઈ, ચુડાસમાભાઈ, કલાર્ક ચોહાણભાઈ, રેવન્યુ તલાટી ઠાકરભાઈ, મેડિકલ ઓફિસર મુછાડિયા, એન્ડ ટીમ, ગ્રામ સેવકો, તલાટી કમ મંત્રી પઠાણભાઈ વગેરે હાજર રહ્યાં હતાં.