રાજુલાના મોટી ખેરાળીમાં શિક્ષકોની ઘટથી હાલાકી

537

રાજુલાના મોટી ખેરાળી ગામમાં શિક્ષકોની ઘટના લીધે ભારે હાલાકી પડી રહી છે. આ બાબતે અવાર-નવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં નહિ ભરાતા સરપંચ દ્વારા પત્ર પાઠવી આંદોલનની ચિમકી આપી છે.

મોટી ખેરાળી ગામના સરપંચ દડુભાઈ ઝાઝડા દ્વારા પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજુલા તાલુકામાં મોટી ખેરાળીમાં હાલ ૩ શિક્ષકો ફરજ બજાવે છે. જેની સામે ધો ૧ થી ૮ ધોરણના ર૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે પરિણામે શિક્ષણ પર ભારે અસર પડે છે. આ બાબતે અવાર-નવાર રજુઆતો કરવા છતા કોઈ પગલા ભરવામાં આવતા નથી. આથી તાકીદે ગામના હિતમાં શિક્ષકો ભરવા રજુઆત કરાઈ છે.

તાલુકા શિક્ષણ વિભાગની અણધણ આવડતના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે આ લોકો ચેંડા કરે છે. જેનો નમુનો મોટી ખેરાળી છે. બીજુ જાણવા મળતી વિગત પ્રમાણે ધારેશ્વર ગામની શાળામાં બે શિક્ષકો વધારે છે અને તે બન્ને શિક્ષકો પતિ પત્ની મોટીખ ેરાળી આવવા ઈચ્છે છે તો તેને ટ્રાન્સફર કરે તો આ પ્રશ્ન સાવ સરળ બને તેમ છે માટે તંત્રને ઉપર લેવલે હજી જાણ નથી કરવી કારણ હું પણ તાલુકા પંચાયતનું અહિંત ઈચ્છી જ ન શકુ પણ આવા બનાવોથી વિદ્યાર્થીઓના જયારે ભવિષ્ય બગડવાની વાત હોય ત્યારે મારી ફરજમાં આવે છે. અને આ પ્રશ્ન હલ નહીં થાય તો મોટી ખેરાળી શાળામાં ગામ લોકો દ્વારા તાળાબંધી જેવા જલદ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે જેને ગંભીરતાથી લેવા રાજુલા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ વલ્કુભાઈ બોસ દ્વારા જણાવાયું હતું.

Previous articleસિહોરમાં પીજીવીસીએલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ મેળો
Next articleશિયાળબેટમાં સમાજ સુરક્ષાને લગતી સહાય યોજનાની માહિતીનો કેમ્પ યોજાયો