ભાવનગર બંદરને ખાસ પોર્ટનો દરજ્જો આપવા કોંગ્રેસના મનહર પટેલની માંગણી

733

ભાવનગર બંદરને ખાસ પોર્ટનો દરજજો આપવા  કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા મનહર પટેલ દ્વારા રજુઆત કરાયેલ.  આ બંદર લોક ગેટ વાળું છે જે એક માત્ર વિશિષ્ટ પ્રકારનુ બંદર છે ભાવનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એ વિશેષતા ને ધ્યાનમાં લઇ ભતકાળમા આયાત-નિકાસ માટેની પૂરતી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી હતી , આજે દયનીય હાલત આ પોટઁની છે, ભાવનગરના સતામા બેઠેલ નેતાઓમા બંદર થકી ભાવનગરનો ઝડપથી વિકાસ થાય તેમા કોઇ હામ નથી, તેથીજ સરકાર પણ ભાવનગરના તેમજ બંદરના વિકાસ પ્રત્યે નીરસ વલણ દાખવી રહી છે સેન્ટ્રલ પોર્ટ કંડલાની જેમ ભાવનગર બંદરનો પણ વિકાસ થઇ શકે તેમ છે ,લોકગેટ તરીકે પ્રખ્યાત ભાવનગર બંદર નો વિકાસ થાય તે માટે એક ભાવનગરી તરીકે મારી આ સરકારને રજુઆત છે કે ભાવનગરના વિકાસ માટે ભાવનગર બંદરને ધમધમતુ કરવુ તે ખુબ જરુરી છે અને પ્રવતઁમાન સમયમા ભાવનગરને ભાંગતુ રોકવા કરવા માટે બંદરની ભુમિકા ખુબ અગત્યની છે. માટે ભાવનગર બંદરને શરુ કરવાની અગ્રીમતા એ એક માત્ર વિકલ્પ હુ જોઉ છુ સરકારને  મારા ફરી વિનંતી છે કે ભાવનગરના વિકાસને ડૂબતો બચાવવા ભાવનગરને  ટ્રેડ ફ્રી ઝોનમા મુકી પોટઁને ખાસ દરજજો આપી કાયઁરત કરે તેવી મનહર પટેલ દ્વારા માંગણી કરવામાં આવેલી છે.

Previous article૧૨ વર્ષબાદ સિહોરની શેક્ષણિક સંસ્થાને મળ્યા નવા આચાર્યા
Next articleપ્રોહીબીશનના ગુન્હામાં ફરાર બે આરોપીને ઝડપી લેતી આરઆરસેલ