ધંધુકાની એક માત્ર આટર્સ અને કોમર્સ કોલેજમાં રપ૦ ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રવેશથી હજુ પણ વંચિત છે ત્યારે બે દિવસ પુર્વે શિક્ષણ કાર્ય બંધ કરાવી હડતાલ પાડીને વિરોધ નોંધાવનારા વિદ્યાર્થીઓએ આજે પ્રતિક ઉપવાસ કર્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં વીદ્યાર્થીઓ અને ધારાસભ્યત થા ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રતિ ઉપવાસમાં જોડાયા હતાં. ધંધુકા, બરવાળા, રાણપુર અને ધોલેરા પંથકમાં એક માત્ર આટર્સ અને કોમર્સ કોલેજ ધંધુકામાં આવેલી છે. આ કોલેજમાં વર્ષોથી પ્રવેશના પ્રશ્નો સર્જાય છે ચાલુ વર્ષે પણ રપ૦ કરતાં ઉપરાંત વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. અને આ મુદ્દે સ્થાનિક કોલેજ પ્રશાસન તથા યુનિ.ને વારંવારની લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતા કોઈ જ નકકર પરિણામ આવ્યું નથી. અને આ તમામ વિદાર્થીઓના ભાવી અધ્ધર તાલ થઈ ગયા છે. બે દિવસ પહેલા વિદ્યાર્થીઓએ આ મુદ્દે કોલેજમાં હડતાલ પાડીને શિક્ષણકાર્ય બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. તા. ૮ના રોજ વિદ્યાર્થીઓએ જયદિપસિંહ ચુડાસમા તથા ડી.કે. મારૂની આગેવાનીમાં પ્રતિક ઉપવાસ યોજયા હતાં. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. અને પ્રવેશની માંગ કરી હતી. આ ઉપવાસ આંદોલનને રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું હતું. ધારાસભ્ય રાજેશ ગોહેલ, પ્રદેશ મંત્રી હબીબ મોદન સહિત કોંગ્રેસના આગેવાનોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની સાથે હોવાનું જણાવ્યું હતું તો ભાજપના આગેવાનો ભુપતસિંહ, મહેન્દ્રભાઈ મણવર, બલભદ્રભાઈ અગ્રાવત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓે ઉપવાસીઓની માંગણીને સમર્થન આપ્યું હતું.