પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર બે આરોપીને ઝડપી લેતી આરઆરસેલ

567

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારતથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરવી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસોને મળેલ બાતમીરાહે આધારે વલસાડ જીલ્લાના પારડી પો.સ્ટે. પ્રોહી. ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ધર્મેશભાઇ અશોકભાઇ રત્નોતર ઉ.વ.ઃ-૨૨,  સંજયભાઇ અશોકભાઇ રત્નોતર ઉ.વ.ઃ-૨૪, રહેવાસી- બન્ને લાખણકા ગામ, પટેલ શેરી, મફતનગર તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળાને ભાવનગર-અમદાવાદ હાઇવે રોડ, લાખણકા ગામના પાટીયા પાસે બજરંગદાસ બાપાની મઢુલી પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleભાવનગર બંદરને ખાસ પોર્ટનો દરજ્જો આપવા કોંગ્રેસના મનહર પટેલની માંગણી
Next articleચિત્રા ગાયત્રી ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ