દશમાને પ૬ ભોગ ધરાવાયો

559

ભાવનગર શહેર અને જીલ્લામાં દશમાના વ્રતની શ્રધ્ધાભેર ઉઝવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના સુભાષનગર, વાઘેલા મંડપવાળા ખાંચામાં ભાવિકો દ્વારા માતાજીની મોટી મુર્તિની સ્થાપના કરી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી અંતર્ગત માતાજીને પ૬ ભોગ ધરવામાં આવ્યા હતાં. ભાવિકો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિસ્તારના ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. અને પ૬ ભોગ દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.                 તસવીર : મનીષ ડાભી

Previous articleમહિલા સશક્તિકરણ પખવાડિયાના આઠમાં દિવસ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ
Next articleવાઘાવાડી રોડ પરથી દબાણ હટાવાયા